Share Market : પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ નજરે પડયો, HDFC નો શેર 1% તૂટ્યો
આજે સેન્સેક્સ(sensex) 59166 ની સપાટીએ ખુલ્યો હતો અને નિફ્ટી(nifty) 17580 એ કારોબાર શરૂ કર્યો હતો.59,167.67 સુધી પહોંચ્યા બાદ ફરી 59000 ની નીચે લપસ્યો હતો અને નિફ્ટી 10 અંક ઘટીને 17,600 સુધી ઉછળ્યા બાદ ૧૭૫૬૦ ના સ્તરે જોવા મળ્યો હતો.
આજે સપ્તાહના ત્રીજા દિવસે બજાર(share market) વૃદ્ધિ સાથે ખુલ્યું પરંતુ ગણતરીના સમયમાં સરકીને લાલ નિશાન નીચે પહોંચ્યું હતું. આજે સેન્સેક્સ(sensex) 59166 ની સપાટીએ ખુલ્યો હતો અને નિફ્ટી(nifty) 17580 એ કારોબાર શરૂ કર્યો હતો.59,167.67 સુધી પહોંચ્યા બાદ ફરી 59000 ની નીચે લપસ્યો હતો અને નિફ્ટી 10 અંક ઘટીને 17,600 સુધી ઉછળ્યા બાદ ૧૭૫૬૦ ના સ્તરે જોવા મળ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો ફાયદા સાથે અને 11 શેર નબળાઈ સાથે વેપાર કરતા જોવા મળી રહ્યા છે. ઇન્ડેક્સમાં ટેક મહિન્દ્રા અને એનટીપીસીના શેર 1%થી વધુ વધ્યા છે તો બીજી બાજુ, HDFC શેર લગભગ 1%ની નબળાઈ સાથે વેપાર કરી રહ્યા છે.
BSE પર 2,409 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાં 1,768 શેર વધ્યા હતા અને 541 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 258 લાખ કરોડ નોંધાઈ છે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 514 પોઇન્ટ વધીને 59,005 અને નિફ્ટી 165 પોઇન્ટ ઉછાળા બાદ 17,562 પર બંધ થયો હતો.
ગ્લોબલ માર્કેટથી સંકેત નબળા મળી રહ્યા છે. એશિયામાં NIKKEI અને SGX NIFTY માં નબળાઈ જોવાને મળી રહી છે. અમેરિકામાં DOW FUTURES પણ 125 અંક લપસ્યા છે. કાલે DOW JONES અને S&P 500 ઘટાડા પર બંધ થયા હતા.
Fed ના નિર્ણય પહેલા અમેરિકી બજાર મિશ્ર બંધ થયા હતા. Dow ઊંચાઈથી 400 અંક ઘટીને બંધ થયા છે. Nasdaq મામૂલી વધારાની સાથે 14,750 ની નજીક બંધ થયા હતા. Fed નો આજે બૉન્ડ ખરીદારીમાં ઘટાડા પર નિર્ણય જાહેર થશે. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 1.33% પર છે
ચીને વૈશ્વિક બજારની ચિંતા વધારી છે. ચીની કંપની Evergrande ડિફોલ્ટ થવાનું જોખમ વધી ગયું છે. Evergrande સોમવારે વ્યાજ ચૂકવ્યું નથી. Evergrande ચીનની અગ્રણી રિયલ એસ્ટેટ કંપની છે. નકારાત્મક અહેવાલો વચ્ચે આજે એશિયાના મોટાભાગના બજારોમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 32.00 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.49 ટકાનો ઘટાડો દર્શાવે છે. તાઇવાનમાં 2.12 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શંઘાઇ કોમ્પોઝિટ 0.68 ટકાનો ઘટાડો દર્શાવે છે. દક્ષિણ કોરિયા અને હોંગકોંગના બજારો આજે બંધ રહેશે.