LIC શેરબજારમાં સરકાર પછી સૌથી મોટી સ્ટેક હોલ્ડર, જાણો IPO પહેલા તેની આર્થિક સધ્ધરતા વિશે
UBS રિપોર્ટ જણાવે છે કે LIC ની ટોટલ મેનેજમેન્ટ એસેટ્સ (AUM) 520 અબજ ડોલર છે અને LIC લગભગ 3 લાખ કરોડ ડોલર સાથે શેરબજારમાં સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર છે.
LIC IPO: LIC દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની માર્ચ 2022 માં તેનો IPO લાવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે LIC માત્ર સરકારી સિક્યોરિટીઝની સૌથી મોટી ધારક જ નહિ પરંતુ ઇક્વિટીની સૌથી મોટી સ્વતંત્ર માલિક અને સૌથી મોટા ફંડ મેનેજર તેમજ લોકોની કૌટુંબિક બચતનો સૌથી મોટો ધારક પણ છે.
સ્વિસ બ્રોકરેજ ફર્મ UBS સિક્યોરિટીઝના અહેવાલ મુજબ, એલઆઈસી પાસે રૂ. 80.7 લાખ કરોડની કુલ અવિકસીત સરકારી સિક્યોરિટીઝમાંથી લગભગ 17 ટકા છે. ભારતીય રિઝર્વ બેંક પણ સરકારી સિક્યોરિટીઝના સંદર્ભમાં LIC પછી બીજા ક્રમે છે. બાકીની વીમા કંપનીઓનો સંયુક્ત હિસ્સો માત્ર પાંચ ટકા જ છે. રિપોર્ટ અનુસાર, માર્ચ 2019માં LIC પાસે સૌથી વધુ સરકારી સિક્યોરિટીઝની માલિકી હતી તે સમયે તેની પાસે 20.6 ટકા સિક્યોરિટી હતી.
UBS રિપોર્ટ જણાવે છે કે LIC ની ટોટલ મેનેજમેન્ટ એસેટ્સ (AUM) 520 અબજ ડોલર છે અને LIC લગભગ 3 લાખ કરોડ ડોલર સાથે શેરબજારમાં સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર છે. વધુમાં, સ્થાનિક સંસ્થાકીય ઇક્વિટી AUMમાં LIC સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ દેશના તમામ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના અડધાથી વધુ છે.
LICનો માર્કેટ શેર ચાર ટકા
LICનો શેરબજારમાં માર્કેટ શેર પણ લગભગ ચાર ટકા છે. આ રીતે, તે સરકાર પછી એકમાત્ર સૌથી મોટો હિસ્સેદાર છે. પ્રમોટર હોવાને કારણે સરકાર સૌથી મોટી હિસ્સેદાર છે. ડિસેમ્બર 2021માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં LICનો હિસ્સો 10 ટકા હતો, TCS, Infosys અને ITCમાં પાંચ-પાંચ ટકા અને ICICI બેન્ક, L&T અને SBIમાં ચાર-ચાર ટકા હિસ્સો ધરાવે છે .
28 કરોડ પોલિસીધારકો સાથે LICનો પારિવારિક બચતમાં સૌથી મોટો હિસ્સો છે. ઉદાહરણ તરીકે ધારો કે દેશમાં એક પરિવારમાં 100 રૂપિયા બચે છે, તેમાંથી 10 રૂપિયા LIC માં જાય છે જે SBI કરતા મોટી છે. દેશની કુલ બેંક થાપણોમાં SBIનો હિસ્સો 8% છે.
PMJJBY વીમાધારકોને મળશે લાભ
કુમારે કહ્યું કે MJJBY તેનો એક ભાગ છે અને તેમના વીમાધારક માટે IPOમાં આરક્ષિત હશે. PMJJBY 2015 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ હેઠળ ખાતાધારકોને રૂ. ૨ લાખનો જીવન વીમો મળે છે. આ માટે વાર્ષિક પ્રીમિયમ રૂ. 330 છે. આ સરકારી યોજના LIC દ્વારા ઓફર કરવામાં આવે છે.
રિટેલ રોકાણકારો માટે 35 ટકા
આ IPOમાંથી પાંચ ટકા કર્મચારીઓ માટે અને 10 ટકા પોલિસીધારકો માટે આરક્ષિત છે. LICના 26 કરોડ પોલિસીધારકો માટે 3.16 કરોડ શેર આરક્ષિત છે. પરંતુ માત્ર પોલિસીધારકો કે જેમની પાસે પોલિસી સાથે PAN જોડાયેલ છે અને ડીમેટ ખાતું છે તે જ તેના માટે અરજી કરી શકે છે. કુલ 35 ટકા IPO રિટેલ રોકાણકારો માટે છે.
આ પણ વાંચો : LIC IPO : મેગા IPOમાં આ યોજનાના લાભાર્થીઓને મળશે વિશેષ લાભ, જાણો સંપૂર્ણ વિગત
આ પણ વાંચો : આફતમાંથી અવસર? કોરોના મહામારી દરમ્યાન કરોડપતિઓ સંખ્યામાં વધારો થયો, જાણો સર્વેના રસપ્રદ ફેક્ટ્સ