Latent View Analytics IPO : આ ડેટા એનાલિટિક્સ કંપની 10 નવેમ્બરે રોકાણ માટેની તક લાવશે, જાણો કંપની અને યોજના વિશે વિગતવાર

ડેટા એનાલિટિક્સ સર્વિસ ફર્મ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent View Analytics) પણ IPO લાવવા જઈ રહી છે. કંપનીએ તેના રૂ 600 કરોડના IPO માટે શેર દીઠ રૂ 190 થી 197ની કિંમતની રેન્જ નક્કી કરી છે.

Latent View Analytics IPO : આ ડેટા એનાલિટિક્સ કંપની 10 નવેમ્બરે રોકાણ માટેની તક લાવશે, જાણો કંપની અને યોજના વિશે  વિગતવાર
Tega Industries IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 7:05 AM

દેશના IPO માર્કેટમાં જબરદસ્ત તેજી છે. એક પછી એક ઘણી કંપનીઓ તેમની ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO લાવી રહી છે. હવે આ કંપનીઓ સાથે ડેટા એનાલિટિક્સ સર્વિસ ફર્મ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent View Analytics) પણ IPO લાવવા જઈ રહી છે. કંપનીએ તેના રૂ 600 કરોડના IPO માટે શેર દીઠ રૂ 190 થી 197ની કિંમતની રેન્જ નક્કી કરી છે. કંપનીનો IPO 10 નવેમ્બરે ખુલી રહ્યો છે.

કંપનીએ બુધવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસનો IPO 12 નવેમ્બરે બંધ થશે. એન્કર રોકાણકારો 9 નવેમ્બરે શેર માટે બિડ કરી શકશે. IPO હેઠળ રૂ 474 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. આ સિવાય પ્રમોટર અને હાલના શેરધારકો રૂ 126 કરોડની ઓફર ફોર સેલ (OFS) લાવશે.

પ્રમોટર એ વિશ્વનાથન વેંકટરામન રૂ. 60.14 કરોડના શેર વેચશે OFS હેઠળ પ્રમોટર એ વિશ્વનાથન વેંકટરામન રૂ. 60.14 કરોડના શેરનું વેચાણ કરશે. બીજી તરફ શેરધારકો રમેશ હરિહરન રૂ. 35 કરોડ અને ગોપીનાથ કોટેશ્વરન રૂ. 23.52 કરોડના શેર વેચશે. હાલમાં વેંકટરામન પાસે 69.63 ટકા, કોટેશ્વરન 7.74 ટકા અને હરિહરન 9.67 ટકા હિસ્સો ધરાવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રોકાણકારોને આવનારા સમયમાં 7 કંપનીઓમાં રોકાણ કરીને મોટી કમાણી કરવાની તક આપવા જઈ રહી છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ PolicyBazaar IPO અને Paytm IPO સહિત અડધા ડઝનથી વધુ કંપનીઓના નવા IPOને મંજૂરી આપી છે જેની કિંમત 28,000 કરોડ રૂપિયા છે. આ કંપનીઓએ જુલાઈથી ઓગસ્ટ વચ્ચે IPO સંબંધિત દસ્તાવેજો સેબીને સુપરત કર્યા હતા. માર્કેટ રેગ્યુલેટરે ઓક્ટોબર દરમિયાન તેમને મંજૂરી આપી હતી.

જે કંપનીઓને SEBI તરફથી IPOની મંજૂરી મળી છે તેમાં ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક(ESAF Small Finance Bank), સેફાયર ફૂડ્સ ઇન્ડિયા(Sapphire Foods India) અને આનંદ રાઠી વેલ્થ (Anand Rathi Wealth)નો સમાવેશ થાય છે. આ સિવાય પૈસાબજાર(Paisabazaar), પીબી ફિનટેક(PB Fintech), લાઈફ સાયન્સ કંપની ટારસન પ્રોડક્ટ્સ (Tarsons Products) અને એચપી એડહેસિવ્સ(HP Adhesives)ને પણ આઈપીઓ માટે મંજૂરી મળી ગઈ છે. આ કંપનીઓના શેર પણ BSE અને NSE પર લિસ્ટ થશે.

આ પણ વાંચો :  કેન્દ્ર સરકાર બાદ BJP શાસિત 5 રાજ્યોએ VATમાં 7 રૂપિયા ઘટાડ્યા, 17 રૂપિયા સુધી સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ

આ પણ વાંચો : કંપની છોડી રહેલા કર્મચારીઓને રોકવા માટે IT કંપનીએ Diwali 2021 પર કરી બમ્પર બોનસ અને પ્રમોશનની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">