AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO : આજે આ બે કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા , રોકાણ પહેલા કંપની વિશે વિગતવાર

જો તમે પણ IPO માર્કેટમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે આજે સારી તક છે. આજે Aptus Housing Finance IPO અને Chemplast Sanmar IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા છે.

IPO : આજે આ બે કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા , રોકાણ પહેલા કંપની વિશે વિગતવાર
two companies opened ipo for subscription
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 7:11 AM
Share

કોરોના કાળમાં IPO ની ભરમાર લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી તેજી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રહેવાનું અનુમાન છે. ચાલુ સપ્તાહે ૪ કંપનીઓ રોકાણ માટેની તક લાવી છે. સોમવારે બે કંપનીઓએ સબ્સ્ક્રિપશન શરૂ કર્યા બાદ આજે વધુ બે કંપનીઓ કમાણીની તક લાવી રહી છે.

જો તમે પણ IPO માર્કેટમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે આજે સારી તક છે. આજે Aptus Housing Finance IPO અને Chemplast Sanmar IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા છે. આ અગાઉ સોમવારે પણ બે IPO બજારમાં આવ્યા છે . ૯ ઓગસ્ટે CarTrade Tech IPO અને Chemplast Sanmar IPO આવ્યા છે ૧૧ ઓગસ્ટ સુધી ખુલ્લા રહેશે. આ વર્ષે IPO એ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. તત્વ ચિંતન, ક્લિયર સાયન્સ, જીઆર ઇન્ફ્રા સહિતના ઘણા આઇપીઓ બજારમાં મજબૂત લિસ્ટિંગ મેળવી ચુક્યા છે.

જાણો આજે સબ્સ્ક્રિપશન માટે ખુલેલા IPO વિશે

Aptus Housing Finance IPO >> કંપનીએ આ IPO માટે 346-353 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. >> આ IPO નું લોટ સાઇઝ 42 છે એટલે કે પ્રાઇસ બેન્ડના ઉપલા ભાવ મુજબ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,826 રૂપિયાનું રોકાણ કરવું પડશે. >> આ IPO આજે 10 ઓગસ્ટના રોજ ખુલ્યો છે અને 12 ઓગસ્ટના રોજ બંધ થશે.

Chemplast Sanmar IPO >> તેના ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ 530-541 રૂપિયા રાખવામાં આવી છે. >> 27 શેરની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. >> ઉપલા ભાવ મુજબ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,607 રૂપિયાનું રોકાણ કરવું પડશે. >> IPO આજે 10 ઓગસ્ટના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 12 ઓગસ્ટના રોજ બંધ થશે. >> સ્પેશિયાલિટી કેમિકલ કંપની ChemPlast Sanmar નો IPO 3,850 કરોડ રૂપિયાનો રહશે.

આ પણ વાંચો : હવે પરિવહન મંત્રાલય વિશેષ પ્રકારનું ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરશે , જાણો શું હશે તફાવત અને કોને ઈશ્યુ કરાશે

આ પણ વાંચો : Happiest Minds hiring: આવી રહી છે નોકરીઓની અઢળક તક, આ IT કંપની 900 લોકોને રોજગારી આપશે, જાણો વિગતવાર

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">