AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Closing Bell : સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું, Sensex 166 અને Nifty 43 અંક તૂટ્યા

સેન્સેક્સ 224 પોઈન્ટ ઘટીને 58,059 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન 58322 ની ઉપલી સપાટી અને 57,803 ની નીચી સપાટી બનાવી હતી.

Closing Bell : સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું, Sensex 166 અને Nifty 43 અંક તૂટ્યા
Beginning of stock market decline
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 4:26 PM
Share

Closing Bell :શેરબજાર(Stock Market) સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ(Sensex) 166 પોઈન્ટ ઘટીને 58,117 પર બંધ થયો હતો. બેન્કિંગ અને ટેક્નોલોજી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજાજ ફાઇનાન્સ આજે પણ 2% નીચે રહ્યો છે. ITC અને કોટક બેન્કના શેરમાં પણ 2-2%નો ઘટાડો થયો છે.

સેન્સેક્સ 224 પોઈન્ટ નીચે ખુલ્યો હતો સેન્સેક્સ 224 પોઈન્ટ ઘટીને 58,059 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન 58322 ની ઉપલી સપાટી અને 57,803 ની નીચી સપાટી બનાવી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરો લાભમાં હતા જ્યારે બાકીના 14માં ઘટાડો હતો. પાવરગ્રીડ, નેસ્લે, એક્સિસ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કનો શેર લાભમાં રહયા હતા. એચડીએફસી, ઇન્ફોસીસ, એચસીએલ ટેક, કોટક બેંક, બજાજ ફિનસર્વ વગેરે શેરોએ નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

સેન્સેક્સનો મિડ કેપ ઈન્ડેક્સ અડધા ટકા, સ્મોલ કેપ ઈન્ડેક્સ 0.18% અને S&P BSE 500 ઈન્ડેક્સ 0.43% તૂટયા છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47 પોઈન્ટના ઘટાડા સાથે 17,324 પર બંધ થયો હતો.

નિફ્ટીના લગભગ તમામ ઈન્ડેક્સ તૂટયા નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ વધ્યો હતો જ્યારે નિફ્ટી મિડકેપ, બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. નિફ્ટી આજે 17,283 પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન 17,376ની ઊંચી અને 17,225ની નીચી સપાટી બનાવી હતી. નિફટીના 50 શેરોમાંથી 27 વધ્યા અને 23 ઘટાડા સાથે બંધ થયા હતા. સિપ્લા, પાવરગ્રીડ, ડૉ. રેડ્ડી, સન ફાર્મા અને ડિવીઝ લેબ ગેઈનર્સ રહ્યાં છે. લોસર્સ શેરોમાં ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફિનસર્વનો સમાવેશ થયો છે.

ગઈ કાલે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું આ પહેલા ગઈકાલે બજાર 317 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું અને બપોર સુધી તે ખૂબ જ મજબૂત હતું. તે 59 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ અંતે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 503 પોઈન્ટ (0.86%) ઘટીને 58,283 પર બંધ થયો હતો. રિલાયન્સ, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો : Gold Price Today : આજે 1 તોલા સોનાનો INDIA અને DUBAI માં ભાવ શું છે? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Multibagger Stock: રોકાણકારોના 1 લાખ રૂપિયા 3 વર્ષમાં બન્યા 5.67 કરોડ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">