Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો

કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય કંપનીઓએ અત્યાર સુધીમાં પબ્લિક ઓફર મારફતે 59,716 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો
Upcoming IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 7:27 AM

મુશ્કેલ આર્થિક પરિસ્થિતિઓ વચ્ચે રોકાણકારોને ઓક્ટોબર 2021 માં ઘરેથી નાણાં કમાવવાની મોટી તક મળશે.ચાલુ મહિનામાં પોલિસી બજાર (Policy Baazar) સહિત 12 કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલશે. કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય કંપનીઓએ અત્યાર સુધીમાં પબ્લિક ઓફર મારફતે 59,716 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. હજુ ઘણી કંપનીઓ હજુ પણ તેમના આઈપીઓ માટે મૂડી બજારો નિયમનકાર સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છે.

શેરબજારમાં મૂડીના અછત નહિ ઓક્ટોબર 2021 આઈપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાની દ્રષ્ટિએ વ્યસ્ત મહિનો રહેશે. આ મહિને 12 કંપનીઓ IPO દ્વારા 20,000 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાની યોજના પર કામ કરી રહી છે. શેરબજારમાં તેજીના તબક્કા અને લિક્વિડિટીના અભાવને કારણે આ સમયે આઈપીઓ માટે સેન્ટિમેન્ટ ખૂબ જ મજબૂત રહે છે. સપ્ટેમ્બરમાં પાંચ કંપનીઓએ IPO મારફતે આશરે રૂ 6,700 કરોડ એકત્ર કર્યા હતા. જેમાં અમી ઓર્ગેનિક્સ, વિજયા ડાયગ્નોસ્ટિક્સ, સનસેરા એન્જિનિયરિંગ, પારસ ડિફેન્સ અને આદિત્ય બિરલા સન લાઈફ એમસી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

IPO માટે ખૂબ જ સારું વાતાવરણ નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ભાગમાં મોટી સંખ્યામાં IPO આવવાના છે. કંપનીઓ આ દ્વારા એક લાખ કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કરી શકે છે. કેપિટલવીયા ગ્લોબલ રિસર્ચ હેડ ઓફ રિસર્ચ ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે, IPOની દ્રષ્ટિએ ચાલુ વર્ષ અત્યાર સુધી ઘણું સારું રહ્યું છે. બાકીના વર્ષના IPO નું પ્રદર્શન પણ સેકન્ડરી માર્કેટની કામગીરી પર આધારિત રહેશે. ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડની ખરીદીમાં ઘટાડાને કારણે પ્રાથમિક બજારને ભારે ફટકો પડી શકે છે. જો કે, ઝડપી આર્થિક રિકવરી અને પરિણામોની જાહેરાતની શરૂઆત સાથે IPO માટેનું વાતાવરણ મજબૂત થઈ શકે છે.

ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?

આ કંપનીઓ ઓક્ટોબરમાં IPO આવવાની છે ઓક્ટોબર 2021 માં પોલિસીબજાર 6,017 કરોડ રૂપિયા, નાયકા 4,000 કરોડ રૂપિયા, નોર્ધન આર્ક કેપિટલ 1,800 કરોડ રૂપિયા, ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક 1,330 કરોડ રૂપિયા, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ 4,500 કરોડ રૂપિયા અને મોબીક્વિક 1,900 કરોડ રૂપિયાનો IPO લાવશે. ઓક્ટોબરમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની પબ્લિક ઓફર મળશે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 26 કંપનીઓની પબ્લિક ઓફર આવી છે અને તેમના દ્વારા 59,716 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : સતત વધી રહ્યા છે ઇંધણના ભાવ, 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : Pandora Papers Leak : પોતાને દેવાદાર કહેનાર Anil Ambaniની વિદેશમાં 18 કંપનીઓ, 9647 કરોડ રૂપિયાના રોકાણનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">