AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Aries: મેષ રાશિના જાતકોને આજે વરિષ્ઠ લોકો પાસે નવી જાણકારી મળશે, અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો

Aaj nu Rashifal: વ્યાપારમાં નાણાં સંબંધિત કોઈપણ કામ સાવધાનીપૂર્વક કરવું જરૂરી છે. જુગાર, સટ્ટા જેવી ખોટી પ્રવૃતિઓમાં રસ લેવાથી નુકસાન થશે. ઓફિસમાં વાતાવરણ સારું રહેશે.

Horoscope Today-Aries: મેષ રાશિના જાતકોને આજે વરિષ્ઠ લોકો પાસે નવી જાણકારી મળશે, અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો
Horoscope Today aries aaj nu rashifal in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 6:01 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મેષ રાશિ

થોડા દિવસોથી ચાલી રહેલી અતિશય વ્યસ્તતામાંથી રાહત મેળવવા માટે આજે તમે મનોરંજન અને આરામના મૂડમાં રહેશો. અનુભવી અને જવાબદાર લોકોની સંગતમાં રહીને તમને ઘણું શીખવા મળશે. કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ પણ શક્ય છે. વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસ પર રહેશે.

ધ્યાનમાં રાખો કે કોઈપણ રાજકીય પ્રવૃત્તિની નકારાત્મક ચર્ચા તમને સન્માનમાં ઠેસ અને નુકસાન પહોંચાડી શકે છે. બિનજરૂરી ગપસપથી દૂર રહેવું વધુ સારું છે. પારિવારિક પ્રવૃત્તિઓમાં પણ તમારું યોગદાન આપો. નહિં તો તમારે પરિવારના સભ્યોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

વ્યાપારમાં નાણાં સંબંધિત કોઈપણ કામ સાવધાનીપૂર્વક કરવું જરૂરી છે. તમારા ટેક્સ, લોન વગેરેને લગતી ફાઈલો સાચવીને રાખો. જુગાર, સટ્ટા જેવી ખોટી પ્રવૃતિઓમાં રસ લેવાથી નુકસાન સિવાય કશું મળશે નહીં. ઓફિસમાં વાતાવરણ થોડું સારું રહેશે.

લવ ફોકસ – ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન સુખદ વાતાવરણ બનાવશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

સાવચેતી – થોડા દિવસો સુધી સતત મહેનત કરવાથી તમે શારીરિક રીતે નબળાઈ અનુભવશો. વધુ ને વધુ કુદરતી વસ્તુઓ ખાઓ.

લકી કલર – વાદળી

લકી અક્ષર – P

લકી નંબર – 7

g clip-path="url(#clip0_868_265)">