અમૂલના દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરાઈ છે આવો વીડિયો બનાવનારની સામે ફરિયાદ

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે અમુલ દુધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરવામાં આવે છે અને તેનાથી કેન્સર થવાની શકયતા છે. આ વીડિયો સમગ્ર ભારતમાં વાયરલ થતા વીડિયોની જાણ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમુલને થઈ હતી.  આ વીડિયો ખોટી રીતે બનાવવાનું સામે આવતા અમુલ દ્વારા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પોલીસ […]

અમૂલના દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરાઈ છે આવો વીડિયો બનાવનારની સામે ફરિયાદ
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Dec 30, 2019 | 10:48 AM

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે અમુલ દુધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરવામાં આવે છે અને તેનાથી કેન્સર થવાની શકયતા છે. આ વીડિયો સમગ્ર ભારતમાં વાયરલ થતા વીડિયોની જાણ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમુલને થઈ હતી.  આ વીડિયો ખોટી રીતે બનાવવાનું સામે આવતા અમુલ દ્વારા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પોલીસ મથકમાં ખોટો વીડિયો બનાવનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો : અજીત પવાર નાયબ મુખ્યપ્રધાન અને આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રી, વાંચો કોણે-કોણે લીધા શપથ

ઉત્તરપ્રદેશનું પ્રયાગરાજ શહેરમાં રહેતા આશુતોષ શુક્લા દ્વારા ગત 14 ડિસેમ્બર, 2019ના  રોજ અમુલ ગોલ્ડ દુધનો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો.  જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે અમુલ ગોલ્ડની થેલીમાં દુધની સાથે પ્લાસ્ટિક મેળવવામાં આવે છે અને ભારતના લોકો દૂધ નહિ પણ ઝેર પી રહ્યા છે. આ વીડિયો આશુતોષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેલો અને વોટ્સએપના માધ્યમથી વાયરલ કર્યો હતો.  જે વીડિયો  16 ડિસેમ્બર, 2019ના રોજ અમૂલના કેટલાક અધિકારીઓને મળતા તેમના દ્વારા આશુતોષનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાંથી આ ખોટો વીડિયો હટાવી દેવા જણાવતા આશુતોષે ઇનકાર કરતા 18 ડિસેમ્બરના રોજ ફેડરેશનના ઉચ્ચ અધિકારીઓ આશુતોષને મળવા તેના ઘરે ગયા હતા. 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમુલ કંપનીના એમ.ડી. ડો.આર એસ સોઢીએ કહ્યું કે  10 લાખ રૂપિયા માંગ્યા ,ખોટા સ્ટેટમેંટ આપતા હોવાની વાત કરવામાં આવી. જેથી આવા લોકોને સબક મળે તે માટે ફરિયાદ આપી છે. ગ્રાહકોને મુર્ખ બનાવવામા આવે છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે અમારી પાસે તમામ પુરાવા છે. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

MD, GCMMF

અમુલ સમગ્ર દુનિયામાં ફૂડની સોથી મોટી બ્રાન્ડ છે અને લોકો આ બ્રાન્ડ પર વિશ્વાસ પણ કરે છે.  જોકે અમુલના એમડી દ્વારા અમૂલના ગ્રાહકોને સંદેશ આપ્યો હતો કે અમુલ પોતાની કોઈ પણ બ્રાન્ડ માર્કેટમાં મુકતા પહેલા 4 વખત ટેસ્ટીંગ કરે છે અને બાદમાં જ ગ્રાહકો માટે તે વેચાણ અર્થે મુકતા હોય છે . વધુમાં એમ.ડી.એ જણાવ્યું કે  હું વિશ્વાસ અપાવું છું, કોઈ પણ હાલતમાં ખરાબ પ્રોડક્ટ ગ્રાહકોને આપતા નથી, મંડળી કે ડેરી પેકિંગ પહેલા અને બાદમાં ચેકિંગ કરવામાં આવે છે. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">