ભાજપને 182 બેઠકો પર જીતાડવાનો લક્ષ્યાંક રાખનાર, સી આર પાટીલ માટે ઉતર ગુજરાતમાં શુ છે પડકારો ?

ભાજપને 182 બેઠકો પર જીતાડવાનો લક્ષ્યાંક રાખનાર, સી આર પાટીલ માટે ઉતર ગુજરાતમાં શુ છે પડકારો ?


સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે જશે. ઉત્તર ગુજરાતને માત્ર પાટીદારોનો ગઢ માનવામા આવે છે સાથે જ ઉત્તર ગુજરાતમા દુધનુ એક અલગ જ રાજકારણ છે. આ તમામની વચ્ચે પીએમ મોદીથી માંડી અમિત શાહ તેમજ આંનદીબેન પટેલનો ઉત્તર ગુજરાત સાથે સીધો નાતો છે તો પાટીદાર આંદોલનનુ એપી સેન્ટર પણ ઉત્તર ગુજરાત બન્યુ હતુ. ત્યારે ઉત્તર ગુજરાતના સીઆર પાટીલના પ્રવાસની રાજકીય રીતે એક અલગ મહત્વ છે ઉત્તર ગુજરાતની આંટીઘુટીઓ કેવી રીતે સી આર પાટીલ સમજશે અને ઉકેલશે એ જોવું રસપ્રદ છે
What are the challenges in North Gujarat for CR Patil, who aims to win BJP 182 seats? 1

પાટીદાર પાવરસેન્ટર, દુધના રાજકારણમા આગવુ અસ્તિત્વ અને પાટીદાર આંદોલનનુ એપ્પી સેન્ટર એટલે ઉત્તરગુજરાત
વર્તમાન સમયમા જેમ રાજયના સીએમ સૌરાષ્ટ્રની ધરતી સાથે જોડાયેલા છે એવી જ રીતે ડેપ્યુટી સીએમ નિતિન પટેલના મૂળીયા ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા છે ગુજરાતનો આ એ જ ઝોન છે જયાથી પાટીદાર આંદોલનની શરૂઆત થઇ હતી. અને વર્ષ 2017મા અનેક બેઠકો ગુમાવી પડી હતી. શંકર ચૌધરી હોય કે રજની પટેલ તમામે હારનો સામનો કરવો પડ્યો હતો. ખુદ઼઼ ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પણ નજીવા વોટથી જીત્યા હતા. ત્યારે 3 સપ્ટેમ્બરથી સી આર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. અંબાજીના દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. જેમા દાંતા, પાલનપુર, ડિસા, પાટણ, મહેસાણા, હિમતનગર અરવલ્લી વિસ્તારની મુલાકાત લેશે…
SHANKAR CHOUDHRI

જો કે સૌરાષ્ટ્ર કરતા ઉત્તર ગુજરાતમા પડકારો વધારો છે. જે જુથવાદનો વિરોધ સીઆર પાટીલને સૌરાષ્ટ્રના જાહેર મંચ પરથી કર્યો હતો એ જુથવાદ અને સાથે જ્ઞાતિવાદ ઉત્તર ગુજરાતમા ચરમ સીમાએ છે. ચુટણીલક્ષી રાજનિતિમા ભાજપના જ નેતાઓ પોતાના ઉમેદવારને હરાવવા પ્રયાસ કરવાના કિસ્સા અહી બનેલા છે તો સહકારી ડેરીઓના રાજકારણમા પણ ભાજપ વિરુધ્ધ ભાજપ હોય છે એ પછી દુધ સાગર ડેરી હોય કે બનાસ ડેરી કે પછી સાબરડેરી.

RAJNI PATEL

સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન સી આર પાટીલ જૂથવાદને લઇને જાહેર મંચ પરથી બોલ્યા હતા તેમજ સૌરાષ્ટ્રના નેતાએને આડકતરી રીતે જુથબંધીથી દુર રહેવા ઇશારો કર્યો હતો જો કે ઉત્તર ગુજરાતમા શુ સંદેશ આપે છે તેની પણ સૌની નજર છે. પરંતુ નિષણાંતોની માનીએ તો સૌરાષ્ટ્ર જેવા કડક વલણનો ઉત્તર ગુજરાતમા અપનાવવામા આવશે તો આગામી દિવસોમા બુમરેંગ થવાની શક્યતા છે.. અહી પાટીદારોમા પણ બે ફાંટા છે. કડવા પટેલ અને આંજણા ચોધરી પટેલ વચ્ચે સત્તાનો ગજગ્રાહ હંમેશા જોવા મળ્યો છે. કોરાણે મૂકાઇ દેવાયેલા શંકર ચૌધરી હોય કે સાસંદ પરબત પટેલ ની સામે ભાજપના જ એક જૂથે ખોલેલો અલગ મોરચો હોય ત્યારે જ્ઞાતિગત સમિકરણ અને જ્ઞાતિઅંદર ના દ્રેષભાવ અને નેતાગીરી ના પ્રોબલેમ ને નિવારવાના એ સીઆર પાટીલ માટે ખુબ મોટો પડકા છે સાથે જ ઠાકોર સમાજનો પણ અહી એક મોટો વર્ગ મતદાર છે ત્યારે તેમના પ્રિતિનિધી અને સમાજ વચ્ચે તાલમેલ સાધવુ પણ જરૂરી બની રહેશે…

GUJARAT MAP
નિષ્ણાંતો માનેે છે કે જે સી આર પાટીલના જે ધમકીના સુર સૌરાષ્ટ્રમા ઉપયોગી સાબિત થયા હતા જો એવા સુુરનો અહી ઉપયોગ કરવામા આવશે તો બુમરેંગ થવાની પણ શકયતા છે. જો કે સી આર પાટીલ ને અહી સરકાર અને સંગઠન વચ્ચે સંકલન સાધવા માટે ખુબ મહેનત કરવી પડશે કેમ કે ઉત્તર ગુજરાત એમાં પણ ખાસ કરીને મહેસાણા હંમેશા દેશની રાજનિતિથી અલગ ચાલ્યુ છે તેવા સંજોગોમા અંહી સંગઠન અને સાશક પક્ષ વચ્ચે મેળમિલાપ સીઆર પાટીલ માટે પડકાર રૂપ છે..

મહત્વ નું છે કે વર્ષ 2017મા ગુજરાત વિધાનસભાની ચુટણી દરમ્યાન ઉત્તર ગુજરાતની 59 બેઠકોમાથી 33 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો જયારે 25 બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ હતી. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઇ હતી. જે રીતે 182 બેઠકોના જીતનો દાવો કરવામા આવ્યો છે. સીઆર પાટીલ દ્વારા ત્યારે ઉત્તર ગુજરાતની બેઠકો સમીકરણો અને સોગઠાબાજી સમજવા અને સમાધાન લાવવો ખુબ મહત્વ પૂર્ણ રહેશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati