West Bengal Elections 2021: બંગાળ ચૂંટણીનું થયું પહેલું મતદાન, ઝારગ્રામની 82 વર્ષની મહિલાએ કર્યું પ્રથમ મતદાન

|

Mar 18, 2021 | 7:19 PM

West Bengal Elections 2021: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે અને રાજકીય પક્ષો વચ્ચે મરણિયો જંગ જામ્યો છે. આમ તો રાજ્યમાં પ્રથમ ચરણનું મતદાન 27 માર્ચે છે, પરંતુ વિધાન સભા ચૂંટણીનું પ્રથમ મતદાન થઈ ચૂક્યું છે.

West Bengal Elections 2021: બંગાળ ચૂંટણીનું થયું પહેલું મતદાન, ઝારગ્રામની 82 વર્ષની મહિલાએ કર્યું પ્રથમ મતદાન
File Image

Follow us on

West Bengal Elections 2021: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે અને રાજકીય પક્ષો વચ્ચે મરણિયો જંગ જામ્યો છે. આમ તો રાજ્યમાં પ્રથમ ચરણનું મતદાન 27 માર્ચે છે, પરંતુ વિધાન સભા ચૂંટણીનું પ્રથમ મતદાન થઈ ચૂક્યું છે. બંગાળના ઝારગ્રામ જિલ્લામાં બુધવારે એક 82 વર્ષીય મહિલાએ મતદાન કર્યું છે. આ મતદાન તેને ડોર ટુ ડોર સુવિધા અંતર્ગત કર્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી આયોગે આ વખતે 80 વર્ષથી અધિક ઉંમર વાળા લોકો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને ઘર પર રહીને જ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સવલત પૂરી પાડી છે. જે સુવિધાનો ઉપયોગ કરીને ઝારગ્રામની 82 વર્ષીય બસંતીને પોતાનું મતદાન કર્યું હતું.

 

ચૂંટણી આયોગ મુજબ બસંતી સિવાય તે જ વોર્ડના અન્ય છ લોકો કે જે 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હતા, તેને પણ આ સુવિધા અંતર્ગત મતદાન કર્યું હતું. ચૂંટણી આયોગની ટીમ કેટલાક CRPFના જવાનો સાથે ઝારગ્રામના તે મહિલાના ઘરે પહોંચી હતી અને મતદાન કરાવ્યું હતું.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

સમગ્ર પ્રક્રિયાની થઈ છે વીડિયોગ્રાફી: ચૂંટણી પંચ
જ્યારે 82 વર્ષિય મહિલા મતદાન કરી રહી હતી, ત્યારે તે ઓરડામાં તે મહિલા સિવાય અન્ય કોઈપણ પરિવારના લોકોને આવવાની છૂટ આપવામાં આવી નહતી. બસંતીએ પોતાનું મતદાન એક બેલેટ પેપરથી કર્યું હતું, જેને એક સીલ બંધ કવરમાં રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. બસંતીના પરિવારના લોકોનું કહેવું છે કે વધુ ઉંમરના કારણે તે હલન ચલન કરી શક્તિ નથી અને એવામાં તેને મતદાન મથક સુધી લઈ જવી અત્યંત મુશ્કેલ ભર્યું કામ છે. ચૂંટણી પંચ દ્વારા આ સુવિધા આપવામાં આવે છે તો તેનો લાભ લેવાનું વિચાર્યું.

 

આપને જણાવી દઈએ ઝારગ્રામ જિલ્લાની ચાર વિધાનસભામાં 27 માર્ચ એટલે કે પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી આયોગની 86 ટુકડીઓ પ્રથમ તબક્કાના મતદાન માટે થઈને 80 વર્ષથી ઉપરના લોકોના ઘરે જઈને મતદાન કરાવવાનું કામ કરશે. અંદાજે 5,715 મતદારો એવા છે કે જેઓને આ સુવિધા મેળવવા માટે અરજીઓ કરી છે. નોંધનીય છે કે બંગાળમાં કુલ આઠ તબક્કામાં તમામ 294 સીટો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચે મતદાન છે તો બીજી બાજુ અંતિમ તબક્કામાં માટે 29 એપ્રિલે મતદાન છે. જ્યારે બંગાળ અને અન્ય ચાર રાજ્યોના પરિણામો 2 મેએ ઘોષિત કરવામાં આવશે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં 10 એપ્રિલ સુધી શાળા કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ

Next Article