West Bengal: મમતા બેનર્જીએ અનેક સિટિંગ MLAની ટિકિટ કાપતા TMCમાં ઘમાસાણ, સમર્થકોએ તોડફોડ અને ચક્કાજામ કર્યા

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માટે શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મુખ્યપ્રધાન મમતા બેનર્જી (CM Mamata Banerjee)એ 291 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

West Bengal: મમતા બેનર્જીએ અનેક સિટિંગ MLAની ટિકિટ કાપતા TMCમાં ઘમાસાણ, સમર્થકોએ તોડફોડ અને ચક્કાજામ કર્યા
CM Mamata Banerjee
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 05, 2021 | 10:47 PM

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માટે શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મુખ્યપ્રધાન મમતા બેનર્જી (CM Mamata Banerjee)એ 291 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ ફિલ્મથી લઈને રમતગમતની દુનિયામાંથી ઘણા નવા ચહેરાઓને ટિકિટ આપી છે અને આ માટે ઓછામાં ઓછા 27 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. મમતા બેનર્જીના નિર્ણય પછી તૃણમૂલ કોંગ્રેસમાં જોરદાર ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. જે સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ તેમના સમર્થકોએ ઘણા સ્થળોએ ચક્કાજામ અને તોડફોડ કરી નારાજગી વ્યક્ત કરી હતી.

ક્યાંક ખુલ્લેઆમ વિરોધ તો ક્યાંક રડી પડ્યા MLA  સિટિંગ ધારાસભ્યો અરબુલ ઈસ્લામ અને રફીકુર રહેમાનની ટિકિટ કપાતા તેમના સમર્થકોએ દક્ષિણ 24 પરગણાના ભાનગર અને ઉત્તર 24 પરગણાના આમડંગામાં ચક્કાજામ કર્યા. અરબુલ ઈસ્લામ રડી પડ્યા અને કહ્યું, “મારા બૂથ કામદારો રડી રહ્યા છે. ભાનગરના લોકો જે કહે છે તે કરવા માટે હું તૈયાર છું.” ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલી સોનાલી ગુહા પણ આમાં શામેલ છે. તેમણે ખુલ્લેઆમ પોતાનો વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે, હું હંમેશાં મમતા બેનર્જીની સાથે રહી છું અને મને આ પરિણામ મળ્યું? ડાયાબિટીઝના કારણે મારુ નામ દૂર કર્યું પણ એક વાર જાણ તો કરી હોત.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મમતાએ આપ્યું આશ્વાસન  મમતા બેનર્જીએ કહ્યું કે ઘણા સિટિંગ ધારાસભ્યો, મંત્રીઓ અને પાર્ટીના નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી. આપણે યુવા અને અનુભવી નેતાઓને ભેગા કરવાના છે. કોરોનાને કારણે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નથી અપાઈ. કેટલાક ધારાસભ્યોને પણ બાદ કરવામાં આવ્યા છે. મમતાએ ટિકિટ કપાયેલા સિટિંગ ધારાસભ્યોને આશ્વાસન આપતા કહ્યું કે જો પાર્ટી ફરીથી સત્તામાં આવશે તો બંગાળમાં વિધાન પરિષદની રચના કરશે, જેથી પાર્ટીના અનુભવી નેતાઓને સમાવી શકાય.

આ પણ વાંચો: Assam Assembly Election 2021: ભાજપે 70 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">