Assam Assembly Election 2021: ભાજપે 70 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Assam Assembly Election 2021 : આસામમાં કુલ 126 વિધાનસભા બેઠકો છે, જેના માટે ત્રણ ચરણોમાં મતદાન થવાનું છે.

Assam Assembly Election 2021: ભાજપે 70 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 05, 2021 | 9:10 PM

Assam Assembly Election 2021: ભારતીય જનતા પાર્ટી (BJP)એ આસામ વિધાનસભા ચૂંટણી માટે 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આસામ વિધાનસભા ચૂંટણી ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ભાજપના દિલ્હી સ્થિત મુખ્યાલય ખાતે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ફરી એકવાર માજુલીથી લડશે CM સર્વાનંદ ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે જણાવ્યું કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદી મુજબ મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ ફરી એકવાર માજુલી બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે નાણાપ્રધાન હેમંત બિસ્વા સરમા જલુકબારી બેઠક પરથી ચૂંટણી લડશે. રણજીતકુમાર દાસને પતાચાર્કીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો ધોકિયાજુલીથી અશોક સિંઘલને ટિકિટ આપવામાં આવી છે.

3 મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 3 મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. નઝીર હુસેનને રૂપોહિહાટથી ટિકિટ આપવામાં આવી છે અને સોનાઈ બેઠક પરથી અમીનુલ હક લશ્કરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો કાદિરુ જાજમાન જિન્નાને લાહરીઘાટથી મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ અને સહયોગીદળોમાં ટિકિટ વહેંચણી આજે ભાજપ અને તેના સહયોગી આસામ ગણ પરિષદ (AGP) અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (UPL) વચ્ચે  86 બેઠકોની વહેંચણી માટે સમજૂતી થઈ છે. આમાંથી મોટાભાગની બેઠકો પર પહેલા અને બીજા ચરણમાં મતદાન થવાનું છે. સૂત્રો મૂજબ ભાજપ અને સહયોગીદળોમાં ટિકિટ વહેંચણીમાં ભાજપને 92 બેઠકો, AGPને 26 બેઠકો અને UPLને 8  બેઠકો મળી શકે છે. 

આ પણ વાંચો:  આવતીકાલે સવારે PM મોદી અને NSA અજીત દોવાલ આવશે ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત 

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">