West Bengal Election 2021: મિથુન ચક્રવર્તીને ટક્કર આપવા હવે જયા બચ્ચન કરશે મમતા બેનર્જી માટે ચૂંટણી પ્રચાર

West Bengal Election 2021 : West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણીના ત્રીજા ફેઝ માટે 6 એપ્રિલના રોજ વોટ નાખવામાં આવશે.અત્યાર સુધી થયેલા બે ફેઝના વોટિંગ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ અને બીજેપી બંને પાર્ટીઓ જીતનો દાવો કરી ચૂકી છે. આ વચ્ચે પાંચ ફેઝના વોટિંગ માટે ટીએમસી અને સ્ટાર કેમ્પેનર અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જયા બચ્ચન કોલકાતા પહોંચી ગયા છે. અને તેેઓ બાબુલ સુ્પ્રિયો વિરુધ્ધ ચૂંટણી પ્રચાર કરશે. 

West Bengal Election 2021:  મિથુન ચક્રવર્તીને ટક્કર આપવા હવે જયા બચ્ચન કરશે મમતા બેનર્જી માટે ચૂંટણી પ્રચાર
Jaya Bachhan
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 05, 2021 | 11:56 AM

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણીના ત્રીજા ફેઝ માટે 6 એપ્રિલના રોજ વોટ નાખવામાં આવશે.અત્યાર સુધી થયેલા બે ફેઝના વોટિંગ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ અને બીજેપી બંને પાર્ટીઓ જીતનો દાવો કરી ચૂકી છે. આ વચ્ચે પાંચ ફેઝના વોટિંગ માટે ટીએમસી અને સ્ટાર કેમ્પેનર અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જયા બચ્ચન કોલકાતા પહોંચી ગયા છે અને તેેઓ બાબુલ સુ્પ્રિયો વિરુધ્ધ ચૂંટણી પ્રચાર કરશે.

બંગાળમાં આ વખતે ટોલીગંજ સીટ ખૂબ જ ચર્ચામાં છે. ટીએમસીના ત્રણ વાર એમએલએ અરુપ વિશ્વાસ વિરુધ્ધ બીજેપીએ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોને ઉમેદવાર બનાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને વચ્ચે જબરદસ્ત ટક્કર થવાની છે. બંગાળના સિનેમા માટે ટોલીગંજ ઓળખાય છે. સુપ્રિયો એક મોટા ગાયક છે અને બંગાળી ફિલ્મોમાં તેમના ગીત લોકપ્રિય છે. એવામાં વિશ્વાસને તેઓ મોટી ટક્કર આપી શકે છે. ખાસ વાત એ છે  કે સુપ્રિયો બંગાળથી બીજેપીના સાંસદ છે. તે ઉપરાંત તેમને વિધાનસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે.

મમતાની અપીલ પર પ્રચાર 

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આપને જણાવી દઇએ કે પાછલા દિવસોમાં બંગાળમાં ભાજપ વિરુધ્ધ તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ તમામ વિપક્ષી દળોને એકત્ર થવાની અપીલ કરી હતી. આ અંતર્ગત જયા બચ્ચન મેદાનમાં ઉતરી રહ્યા છે.  પાછલા દિવસો દરમિયાન સમાજવાદી પાર્ટીના સુપ્રિમો અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમની પાર્ટી બંગાળમાં ટીએમસી માટે પ્રચાર કરશે. જયા ખુદ બંગાળથી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જીને આનો ફાયદો મળી શકે છે.

શું કહ્યું હતુ મમતા બેનર્જીએ 

થોડા સમય પહેલા મમતા બેનર્જીએ કહ્યું હતુ કે કેન્દ્ર – રાજ્ય સંબંધ અને રાજનીતીક સંબંધ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ક્યારેય આટલા ખરાબ નથી રહ્યા જેટલા અત્યારે છે. દ્રઢ વિશ્વાસ છે કે લોકતંત્ર , સંવિધાન પર ભાજપના હુમલા વિરુધ્ધ એક થઇને પ્રભાવી સંઘર્ષનો સમય આવી ગયો છે.

8 ફેઝમાં વોટિંગ 

બંગાળમાં આ વખતે આઠ ચરણમાં ચૂંટણી થઇ રહી છે. બે ફેઝ માટે વોટ નાખવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા ચરણનું મતદાન કાલે છે. આ બાદ 10,17,22,26 અને 29 એપ્રિલે વોટિંગ થશે જ્યારે 2 મેના રોજ વોટની ગણતરી થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">