વડાપ્રધાન મોદીનું ભાજપનાં કાર્યકરોને “સેવા એ જ સંગઠન” કાર્યક્રમમાં સંબોધન, કહ્યું કે સંગઠન એ ભાજપ માટે ચૂંટણી જીતવાનું મશીન નથી, સેવા કરતા રહેવા કાર્યકરોને આહ્વાન

વડાપ્રધાન મોદીનું ભાજપનાં કાર્યકરોને સેવા એ જ સંગઠન કાર્યક્રમમાં સંબોધન, કહ્યું કે સંગઠન એ ભાજપ માટે ચૂંટણી જીતવાનું મશીન નથી, સેવા કરતા રહેવા કાર્યકરોને આહ્વાન
http://tv9gujarati.in/vada-pradhan-mod…anu-mashin-nathi/

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે “સેવા એ જ સંગઠન” કાર્યક્રમ હેઠળ ભાજપનાં કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી મેળવી હતી.  કાર્યકર્તાઓની કામગીરીને જાણ્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમના પ્રયાસોની કદર કરી હતી. તેમણે સંગઠનમાં સાથે કામ કરવાનો મંત્ર બતાવ્યો. ભાજપનાં કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું કે કોરોનાં સંકટનાં સમયમાં સેવાનો મહાયજ્ઞ અટકવો નહી જોઈએ, પોતે સાવધાન રહો અને […]

Pinak Shukla

|

Jul 04, 2020 | 2:21 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે “સેવા એ જ સંગઠન” કાર્યક્રમ હેઠળ ભાજપનાં કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી મેળવી હતી.  કાર્યકર્તાઓની કામગીરીને જાણ્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમના પ્રયાસોની કદર કરી હતી. તેમણે સંગઠનમાં સાથે કામ કરવાનો મંત્ર બતાવ્યો. ભાજપનાં કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું કે કોરોનાં સંકટનાં સમયમાં સેવાનો મહાયજ્ઞ અટકવો નહી જોઈએ, પોતે સાવધાન રહો અને લોકોને જાગૃત રાખો, રાજનીતિમાં સત્તાને સેવાનું માધ્યમ માન્યું છે, સત્તાને આપણે ક્યારેય માધ્યમ નથી બનાવ્યું, બીજાની સેવા જ આપણો સંતોષ છે. તેમણે કહ્યું કે દોસ્તો આપણા માટે સંગઠન એ કોઈ ચૂંટણી જીતવાનું મશીન નથી, આપણા માટે સંગઠન એટલે સેવા.

        આ પહેલા ભાજપાના 7 પ્રદેશ એકમને લોકડાઉન વચ્ચે કરેલા કામની રીપોર્ટ વડાપ્રધાનને સોંપી હતી.આ રાજ્યમાં રાજસ્થાન,બિહાર, દિલ્હી,કર્ણાટક, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને અસમનો સમાવેશ થાય છે. પ્રવાસી મજુરોને જમવાનું, ચપ્પલ, માસ્ક, સેનેટાઈઝર અને મહિલાઓને સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવ્યા હતા. આ તમામ કાર્યકર્તાઓનો વડાપ્રધાને આભાર માન્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati