કોંગ્રેસ માટે મુસીબત વધી, જમ્મુ બાદ હવે હરિયાણામાં એકત્ર થશે G-23 જુથના નેતા

કોંગ્રેસ માટે મુસીબત વધી, જમ્મુ બાદ હવે હરિયાણામાં એકત્ર થશે G-23 જુથના નેતા
G-23 Group

કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર સંકટમાંથી પસાર થઈ રહી છે. આ વખતે તેના ટોચના નેતાઓએ જ તેમની માટે મુશ્કેલી બની રહ્યા છે. હાલ પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે હવે આ જૂથના નેતા હરિયાણાના કુરુક્ષેત્રમાં બીજી કોન્ફરન્સની તૈયારી કરી રહ્યા છે.

Chandrakant Kanoja

| Edited By: Bhavesh Bhatti

Mar 04, 2021 | 7:01 PM

Congress પાર્ટી ફરી એકવાર સંકટમાંથી પસાર થઈ રહી છે. આ વખતે તેના ટોચના નેતાઓ જ તેમના માટે મુશ્કેલી બની રહ્યા છે. હાલ પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે ગત શનિવારે જમ્મુમાં G-23 જૂથના નેતાઓ એક્ત્ર થયા હતા. આ નેતાઓએ બંગાળમાં ડાબેરી-Congress ના પીરઝાદા અબ્બાસ સિદ્દીકીની પાર્ટી આઈએસએફના સાથે જોડાણને લઈને પાર્ટીના સિદ્ધાંતો પર સવાલ ઉઠાવ્યા છે. હવે આ જૂથના નેતા હરિયાણાના કુરુક્ષેત્રમાં બીજી કોન્ફરન્સની તૈયારી કરી રહ્યા છે.

‘ગ્રુપ -23’ ના નેતાઓએ  ચૂંટણીથી દૂરી બનાવી લીધી છે 

પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. Congress આ બધા રાજ્યોમાં મેદાનમાં છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ અને પીરઝાદા અબ્બાસ સિદ્દીકી સાથે મહાગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અસમમાં તેઓએ બદરૂદ્દીન અજમલ સાથે જોડાણ કર્યું છે. કેરળમાં કોંગ્રેસ સીધી ડાબેરીઓનો સામનો કરી રહી છે. તમિળનાડુમાં તે ડીએમકે સાથે ચૂંટણી લડી રહી છે. પુડુચેરીમાં તે સીધા ભાજપ-એઆઈએડીએમકે ગઠબંધન વિરુદ્ધ લડી રહી છે. આ તમામ રાજ્યોમાં કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર છે. દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે, જ્યારે બંગાળ અને અસમમાં પ્રિયંકા ગાંધી ચૂંટણીનો કાર્યક્રમ કરી રહી છે. ‘ગ્રુપ -23’ ના નેતાઓ ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા છે.

આઝાદને ફરીથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા ન હતા

રાજ્યસભામાં ગુલામ નબી આઝાદનો કાર્યકાળ ગયા મહિને પૂરો થયો હતો. આઝાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, પરંતુ પાર્ટીએ તેમને ફરીથી રાજ્ય સભામાં મોકલ્યા નહીં. જૂથ-23 ના નેતાઓને લાગે છે કે ગયા વર્ષે પત્ર પર હસ્તાક્ષર કરવા બદલ પાર્ટીએ તેમની પાસેથી ‘બદલો’ લીધો છે અને રાજ્યસભામાં મોકલ્યા નથી. રાજ્યસભામાં આઝાદને વિદાય આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક બન્યા હતા. વડાપ્રધાને આઝાદની ખૂબ પ્રશંસા કરી. આ વાત કોંગ્રેસ હાઈકમાન્ડની વિરુદ્ધ પણ થઈ હતી. વડાપ્રધાનની આ પ્રશંસા પછી આઝાદ ભાજપમાં જોડાશે તેવી પણ અટકળો ચાલી હતી.

જમ્મુમાં તાકાત બતાવ્યા બાદ હરિયાણામાં કાર્યક્રમ 

શનિવારે જમ્મુમાં ‘ગ્રુપ -23’ નેતાઓ ભેગા થયા. આ કાર્યક્રમમાં આ નેતાઓના માથા પર કેસરી સાફો બાંધ્યો હતો. તેના ઘણા અર્થ નિકાળવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ નેતાઓ વતી મુકાયેલા પોસ્ટરમાં ગાંધી પરિવારનો કોઈ સભ્ય દેખાયો નહોતા. વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે જૂથના નેતાઓએ તેમનો હેતુ સ્પષ્ટ કરી દીધો હતો કે જો તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો તેઓ પણ એક અલગ રસ્તો લઈ શકે છે. હવે આ નેતાઓ તેમની બેઠક હરિયાણાના કુરુક્ષેત્રમાં કરવાની યોજના બનાવી રહ્યા છે.

‘જૂથ 23’ શું છે

ગયા વર્ષે ઓગસ્ટમાં, કોંગ્રેસના 23 નેતાઓએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં ‘વ્યાપક પરિવર્તન’ કરવાની માંગ કરી હતી. આ પત્ર પર સહી કરનારાઓમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા સહિતના રાજ્યોના ઘણા અગ્રણી નેતાઓ શામેલ હતા. તેના બાદ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં આ જૂથના નેતાઓ સાથે ગાંધી પરિવારની ચર્ચાના અહેવાલો પણ આવ્યા હતા. આ જૂથના નેતાઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છે છે તેના માટે તે પક્ષના બંધારણમાં પરિવર્તન ઇચ્છે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati