આસામ બાદ યુપીમાં પણ લાગુ પડી શકે છે આ નિયમ, યોગી સરકારે હાથ ધરી કવાયત

આસામ બાદ હવે ઉત્તર પ્રદેશ(UP)માં વસ્તી(Population)નિયંત્રણ અંગેની કવાયત શરૂ થઈ છે. જેમાં આસામમાં બેથી વધુ બાળક ધરાવતા વાલીઓને અમુક સરકારી લાભ નહિ આપવાની જાહેરાત કરી છે. ત્યારે આવી જ કવાયત ઉત્તર પ્રદેશ(UP)માં પણ શરૂ થઈ છે.

આસામ બાદ યુપીમાં પણ લાગુ પડી શકે છે આ નિયમ, યોગી સરકારે હાથ ધરી કવાયત
યુપીમાં પણ લાગુ પડી શકે છે આ નિયમ

આસામ બાદ હવે ઉત્તર પ્રદેશ(UP)માં વસ્તી(Population)નિયંત્રણ અંગેની કવાયત શરૂ થઈ છે. જેમાં આસામમાં બેથી વધુ બાળક ધરાવતા વાલીઓને અમુક સરકારી લાભ નહિ આપવાની જાહેરાત કરી છે. ત્યારે આવી જ કવાયત ઉત્તર પ્રદેશ(UP)માં પણ શરૂ થઈ છે.

દેશમાં વધી રહેલી વસ્તી પર ચિંતા વ્યક્ત

ઉત્તર પ્રદેશ(UP)માં જેની માટે લો કમિશન આ માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. ડ્રાફ્ટ મુજબ બેથી વધારે બાળકના વાલીઓને સબસિડી બંધ કરવા અને સરકારી યોજનાઓમાં કાપ મૂકવાની દરખાસ્ત લાવવાનું કહેવામાં આવી રહ્યું છે.ઉત્તર પ્રદેશ કાયદા પંચના અધ્યક્ષ આદિત્યનાથ મિત્તલે રવિવારે દેશમાં વધી રહેલી વસ્તી(Population) પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમના નિયંત્રણ માટે પગલાં ભરવા હાકલ કરી છે.

વસ્તીને નિયંત્રિત કરવી જોઈએ

મિત્તલે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે વધતી જતી વસ્તી(Population)ને કારણે અન્ય સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે. જેમ કે હોસ્પિટલ, ખોરાક, મકાન અને રોજગારની સમસ્યાઓ ઉદભવી રહી છે. અમારું માનવું છે કે વસ્તીને નિયંત્રિત કરવી જોઈએ. વસ્તી નિયંત્રણ કુટુંબના નિયોજનથી અલગ છે.

નિવેદન કોઈ સમુદાય માટે નથી.

મિત્તલે કહ્યું કે તેમનું નિવેદન કોઈ સમુદાય માટે નથી. કે તે નાગરિકોના માનવાધિકારને પડકારવા માંગતો નથી. અમે ઉત્તર પ્રદેશમાં કોઈ સંદેશ મોકલવા માંગતા નથી કે અમે કોઈ પણ ધર્મ અથવા કોઈના પણ માનવ અધિકારની વિરુદ્ધ છીએ. અમે ફક્ત એ જોવા માંગીએ છીએ કે સરકારી સંસાધનો અને સુવિધાઓ તે લોકો માટે ઉપલબ્ધ છે જે વસ્તી નિયંત્રણમાં મદદ અને ફાળો આપી રહ્યા છે.

સરકાર તમામ ગરીબ લોકોની રક્ષક

આ પૂર્વે આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાએ પણ ગરીબી ઘટાડવા વસ્તીને અંકુશમાં લેવાની જરૂર પર ભાર મૂક્યો હતો. સરમાએ વસ્તી નિયંત્રણના પગલા તરફ કામ કરવાની અને લઘુમતી સમુદાયને સંવેદના આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર તમામ ગરીબ લોકોની રક્ષક છે. પરંતુ સરકારને ગરીબી ઘટાડવા અને વસ્તી વૃદ્ધિના મુદ્દાને પહોંચી વળવા સામાન્ય લોકોનો ટેકો પણ જોઇએ છે. વસ્તી એ ગરીબી અને નિરક્ષરતાનું મુખ્ય કારણ છે. આના કારણે યોગ્ય આયોજન  કરવામાં તકલીફ પડે છે. તેમજ સરકાર તેમના હિતમાં જ વિચારી રહી છે.

  • Follow us on Facebook

Published On - 7:29 pm, Sun, 20 June 21

Click on your DTH Provider to Add TV9 Gujarati