કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતો નથી મવાલી છે, વિદેશ રાજ્ય પ્રધાન મિનાક્ષી લેખીએ કર્યો આક્ષેપ

|

Jul 22, 2021 | 7:36 PM

મીનાક્ષી લેખીએ (meenakshi lekhi) જણાવ્યું હતું કે, ખેડૂત પાસે જંતર-મંતર ખાતે વિરોધ કરવાનો સમય નથી. તેઓ તેમના ખેતરોમાં કામ કરે છે. આ એ લોકો છે જે, અન્યો દ્વારા લાવવામાં આવ્યા છે જેઓ નથી ઈચ્છતા કે ખેડુતોને લાભ મળે.

કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતો નથી મવાલી છે, વિદેશ રાજ્ય પ્રધાન મિનાક્ષી લેખીએ કર્યો આક્ષેપ
રાજ્યકક્ષાના કેન્દ્રિય વિદેશ પ્રધાન મિનાક્ષી લેખી

Follow us on

વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ (meenakshi lekhi) ગુરૂવારે જંતર-મંતર ખાતે ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા આવેલા ખેડુતો વિશે જણાવ્યું હતું કે તેઓ ખેડૂત નથી મવાલી છે. આને ધ્યાનમાં લેવું જોઈએ કે, આ ગુનાહિત પ્રવૃત્તિઓ છે. તેમણે કહ્યું કે 26 જાન્યુઆરીએ જે કંઈ પણ થયું તે શરમજનક હતું, ગુનાહિત પ્રવૃત્તિઓ હતી આવી બાબતોને વિપક્ષ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
મીનાક્ષી લેખીએ (meenakshi lekhi ) જણાવ્યું હતું કે, ખેડૂત પાસે જંતર-મંતર ખાતે વિરોધ કરવાનો સમય નથી. તેઓ તેમના ખેતરોમાં કામ કરે છે. આ એ લોકો છે જે, અન્યો દ્વારા લાવવામાં આવ્યા છે જેઓ નથી ઈચ્છતા કે ખેડુતોને લાભ મળે.

ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન મિનાક્ષી લેખીએ કહ્યું કે, સૌથી પહેલાં, તેઓને ખેડૂત કહેવાનું બંધ કરો. કારણ કે તેઓ ખેડૂત નથી. કેટલાક ષડયંત્રકારોના ચડાવેલા કેટલાક લોકો છે, જેઓ સતત ખેડૂતોના નામે આ બધુ કરે છે. ખેડુતો પાસે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાનો સમય નથી. તેઓ તેમના ખેતરમાં કામ કરે છે. આ તે લોકો છે જેઓને અન્યો દ્વારા લેવામાં આવ્યા છે, જે ખેડૂતોને સરકાર દ્વારા અપાતા લાભ મળે તેવું ઇચ્છતા નથી. ”

આ અંગે ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, ખેડુતો માવલી ​​નથી, ખેડૂત વિશે આવું બોલવું ન જોઈએ. ખેડૂત દેશનો અન્નદાતા છે. શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની આ પણ એક રીત છે. જ્યાં સુધી સંસદ ચાલશે ત્યાં સુધી અમે અહીં આવતા રહીશું. જો સરકાર ઇચ્છે તો વાટાઘાટો શરૂ થશે.

આ પણ વાંચોઃ લદ્દાખમાં કેન્દ્રીય યુનિવર્સિટી સ્થપાશે, લદ્દાખના વિકાસ માટે ઈન્ટીગ્રેડેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાશે

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ સંસદ ભવનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કૃષિ કાયદા રદ કરવાની કરી માંગ

Next Article