લદ્દાખમાં કેન્દ્રીય યુનિવર્સિટી સ્થપાશે, લદ્દાખના વિકાસ માટે ઈન્ટીગ્રેડેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાશે

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવી સ્થપાનાર યુનિવર્સિટી અન્ય શિક્ષણ સંસ્થાઓ માટે મોડલ સ્વરૂપ હશે.

  • Publish Date - 6:17 pm, Thu, 22 July 21 Edited By: Bipin Prajapati
લદ્દાખમાં કેન્દ્રીય યુનિવર્સિટી સ્થપાશે, લદ્દાખના વિકાસ માટે ઈન્ટીગ્રેડેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાશે
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર

દેશમાં પેગાસસ જાસુસી મુદ્દે સર્જાયેલા વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે ગુરૂવારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં રૂપિયા 750 કરોડના ખર્ચે કેન્દ્રીય યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

આ યુનિવર્સિટી અન્ય શૈક્ષણિક સંસ્થા માટે, મોડલ બનશે તેમ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ( anurag thakur ) જણાવ્યુ હતું. આ ઉપરાંત લદ્દાખમાં લદ્દાખ ઈન્ટીગ્રેડેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (LIIDCO)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે.

વિવિધ વિકાસલક્ષી યોજનાઓના ભાગરૂપે બનનાર LIIDCO, લદ્દાખમાં પ્રવાસન, ઉદ્યોગ, પરિવહનની સુવિધાઓનો વિકાસ અને સ્થાનિક ઉત્પાદનો અને હાથશાળની ચીજવસ્તુઓને બજાર પૂરૂ પાડવા માટે માર્કેટીગ જેવા મહત્વના કાર્ય કરશે. આની સાથે કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષ માટે 6322 કરોડ રૂપિયાના પ્રોત્સાહન સાથે સ્પેશ્યાલિટી સ્ટીલના ઉત્પાદન અને લિંક્ડ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારનુ માનવુ છે કે, આનાથી ઉત્પાદન વધશે. આયાત ઓછી થશે અને કુલ મળીને 39625 કરોડ રૂપિયાનુ મૂડીરોકાણ થશે. સાથોસાથ લોકોને રોજગારી પણ મળશે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવી સ્થપાનાર યુનિવર્સિટી અન્ય શિક્ષણ સંસ્થાઓ માટે મોડલ સ્વરૂપ હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 15 ઓગષ્ટ 2020ના રોજ, સ્વતંત્રતા દિવસે કરેલા સંબોધનમાં, લદ્દાખમાં કેન્દ્રીય યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati