તાપીમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, પૂર્વ પ્રધાન અને પુત્રની ધરપકડ
તાપીમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો. આ મામલે કાંતિ ગામિત સહિત 18 લોકો સામે FIR નોંધાઇ છે. જેમાં માજી મંત્રી કાંતિ ગામીત, પુત્ર જીતુ ગામીત, પાલિકાના કોર્પોરેટર વિનોદભાઈ ચાંદાંતરે, પીઆઈ સી.કે.ચૌધરી, કોન્સ્ટેબલ નિલેશભાઈ ગામીતની ધરપકડ કરાઇ છે. હાલ તો આ સમગ્ર કેસની તપાસ એસપી ઉષા રાડા કરી રહ્યાં છે. […]
તાપીમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો. આ મામલે કાંતિ ગામિત સહિત 18 લોકો સામે FIR નોંધાઇ છે. જેમાં માજી મંત્રી કાંતિ ગામીત, પુત્ર જીતુ ગામીત, પાલિકાના કોર્પોરેટર વિનોદભાઈ ચાંદાંતરે, પીઆઈ સી.કે.ચૌધરી, કોન્સ્ટેબલ નિલેશભાઈ ગામીતની ધરપકડ કરાઇ છે. હાલ તો આ સમગ્ર કેસની તપાસ એસપી ઉષા રાડા કરી રહ્યાં છે.
નોંધનીય છેકે પૂર્વપ્રધાનની પૌત્રીની સગાઈમાં ભીડનો એક વીડિયો વાયરલ થયો હતો. જે સ્થળે સગાઇનો કાર્યક્રમ યોજાયો ત્યાં જ એક કોરોનાનો કેસ મળી આવ્યો હતો. ત્યારે આ કેસ મામલે હાલ તો ધરપકડ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો