AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ભૂતપૂર્વ DEPUTY CMને ભારે પડ્યો બંગલાનો મોહ, સુપ્રીમ કોર્ટે ચાબુક ચલાવતા તૈયાર થઈ ગયા બંગલો ખાલી કરવા, 50 હજારનો દંડ પણ ભરવો પડશે

સુપ્રીમ કોર્ટની ફટકાર અને દંડ લગાવ્યા બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવ સીધા દોર થઈ ગયા છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કહ્યું કે તેઓ પોતાનો સરકારી બંગલો 5 દશરથ માર્ગ ટૂંકમાં જ ખાલી કરી દેશે. નાયબ મુખ્યપ્રધાન તરીકે ફાળવાયેલા આ બંગલાને લઈને છેલ્લા દોઢ વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. સુપ્રીમ […]

આ ભૂતપૂર્વ DEPUTY CMને ભારે પડ્યો બંગલાનો મોહ, સુપ્રીમ કોર્ટે ચાબુક ચલાવતા તૈયાર થઈ ગયા બંગલો ખાલી કરવા, 50 હજારનો દંડ પણ ભરવો પડશે
| Updated on: Feb 09, 2019 | 6:10 AM
Share

સુપ્રીમ કોર્ટની ફટકાર અને દંડ લગાવ્યા બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવ સીધા દોર થઈ ગયા છે.

બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કહ્યું કે તેઓ પોતાનો સરકારી બંગલો 5 દશરથ માર્ગ ટૂંકમાં જ ખાલી કરી દેશે. નાયબ મુખ્યપ્રધાન તરીકે ફાળવાયેલા આ બંગલાને લઈને છેલ્લા દોઢ વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ વિવાદમાં શુક્રવારે અંતિમ ચુકાદો આપતા તેજસ્વી યાદવને બંગલો ખાલી કરી દેવાનો નિર્દેશ આપ્યો હતો અને અદાલતનો સમય વેડફવા બદલ 50 હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે કહ્યુ હતું, ‘શું આપ પોતાની સગવડતા માટે આ અરજી દાખલ કરી રહ્યા છો ? ન્યાયપાલિકાનો અત્યંત કિંમતી સમય બર્બાદ થયો છે.’

નોંધનીય છે કે તેજસ્વી યાદવે પટના હાઈકોર્ટનો ચુકાદો ન માની તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે જેના પર સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની ખબર લઈ નાખી.

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ભાગલપુરમાં બેરોજગારી હટાવો, આરક્ષણ બચાવો યાત્રા દરમિયાન તેજસ્વીએ કહ્યું કે તેઓ અને તેમનો પરિવાર હંમેશા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરતા રહ્યા છે અને આ ચુકાદાનું પાલન કરવામાં આવશે.

તેજસ્વી યાદવને બિહારના નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ 2015માં બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ 2017માં આરજેડી સત્તામાંથી બહાર થઈ અને મુખ્યપ્રધાન નીતિશ કુમારે બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો. નીતિશ કુમારે તેજસ્વીને વિપક્ષના નેતા તરીકે 1 પોલો રોડ બંગલો પણ ફાળવી દીધો, પરંતુ તેજસ્વી યાદવ 5 દશરથ માર્ગ બંગલો ખાલી કરવા તૈયાર ન થયાં.

[yop_poll id=1240]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
બોરસદમાં ભાજપનો મોટો ખેલ ! AIMIMના કોર્પોરેટરને પાર્ટીમાં કર્યા સામેલ
બોરસદમાં ભાજપનો મોટો ખેલ ! AIMIMના કોર્પોરેટરને પાર્ટીમાં કર્યા સામેલ
સુરતમાં ટ્રેનમાં 30 કરોડના ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ
સુરતમાં ટ્રેનમાં 30 કરોડના ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ
આજના રાશિફળમાં જાણો કઈ રાશિના ઘરમાં આવશે નવા મહેમાન
આજના રાશિફળમાં જાણો કઈ રાશિના ઘરમાં આવશે નવા મહેમાન
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">