સુપર સ્ટાર Rajinikanth એ શુક્રવારે બોલાવી પ્રેસ કોન્ફરન્સ, કરી શકે છે મોટી જાહેરાત

|

Feb 25, 2021 | 6:48 PM

સુપરસ્ટાર Rajinikanth એ  2 મહિના પહેલા જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં આવે. આની  માટે તેમણે પોતાની ખરાબ તબિયતને આગળ ધરી હતી.  તેમના આ નિર્ણયથી રજનીકાંતના ચાહકો ખૂબ હતાશ હતા.

સુપર સ્ટાર Rajinikanth એ શુક્રવારે બોલાવી પ્રેસ કોન્ફરન્સ, કરી શકે છે મોટી જાહેરાત

Follow us on

સુપરસ્ટાર Rajinikanth એ  2 મહિના પહેલા જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં આવે. આની  માટે તેમણે પોતાની ખરાબ તબિયતને આગળ ધરી હતી.  તેમના આ નિર્ણયથી રજનીકાંતના ચાહકો ખૂબ હતાશ હતા. જો કે હવે તેમને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાંતે 26 ફેબ્રુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માનવામાં આવે છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં તે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ પ્રેસ કોન્ફરન્સ અચાનક બોલાવવામાં આવી છે, આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે શુક્રવારે Rajinikanth  મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. ચેન્નાઈની સ્ટાર હોટલમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો માની રહ્યા છે તે રાજકારણને લઇને કોઇ મોટી જાહેરાત કરવા જઇ રહ્યાં છે.

Rajinikanth એ  આ પ્રેસ કોન્ફરન્સને એવા સમયે બોલાવી છે જ્યારે તમિલનાડુની ચૂંટણી યોજાવાની છે. એપ્રિલ – મે 2021 માં અહીં ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં જ તેમના નિકટના મિત્ર કમલ હાસન તેમને મળવા માટે તેના ઘરે ગયા હતા આ સમય દરમિયાન એવા સવાલો ઉભા થયા હતા કે શું રજનીકાંત ચૂંટણીમાં કમલ હાસનને ટેકો આપવા જઈ રહ્યા છે.

સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો તેમની રાજનીતિમાં પ્રવેશની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં અચાનક જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં આવે. 29 ડિસેમ્બર 2020 ના રોજ રજનીકાંતે સ્વાસ્થ્યનાં કારણ આગળ ઘરીને રાજકારણમાં ન આવવાની ઘોષણા કરી. જ્યારે લોકો જાન્યુઆરી 2021 માં રજનીકાંતના નવા રાજકીય પક્ષના નામના જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ એપ્રિલ-મે 2021 માં યોજાવાની છે. રજનીકાંતે એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેઓ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરશે અને તમામ 234 વિધાનસભા મતક્ષેત્રોમાં પોતાના ઉમેદવારો ઉભા કરશે અને આધ્યાત્મિક રાજકારણને પ્રોત્સાહન આપશે. પરંતુ તે જ સમયે તેમણે એમ પણ કહ્યું કે તેમને મુખ્ય પ્રધાન બનવાની કોઈ ઇચ્છા નથી.

ભાજપને રજનીકાંતની અપેક્ષા હતી

આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ રજનીકાંતની પાર્ટી સાથે જોડાણની તૈયારી કરી રહ્યો હતો. ભાજપને આશા હતી કે રજનીકાંતનો જાદુ પણ ચૂંટણીમાં ચાલશે, જેનો ભાજપને નોંધપાત્ર ફાયદો થશે. કારણ કે રાજ્યના એઆઈએડીએમકે પહેલા જ ભાજપને પહેલો ઝટકો આપ્યો છે.

એઆઈએડીએમકેએ બે શબ્દોમાં જાહેરાત કરી છે કે ભલે તે ભાજપ સાથે ચૂંટણી લડશે, પણ ચૂંટણીમાં જીત મેળવે તો ભાજપને સરકારમાં સામેલ કરવામાં આવશે નહીં, સરકાર ફક્ત એઆઈએડીએમકેની જ હશે. એઆઈએડીએમકેનો અર્થ સ્પષ્ટ છે, જો ભાજપે સાથે મળીને ચૂંટણી લડવી પડશે તો તેને સહયોગીની ભૂમિકા નિભાવવી પડશે.

Next Article