ગૃહપ્રધાન અમિત શાહ વિરૂદ્ધ કોર્ટે કાઢ્યું સમન્સ, 22 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ  

|

Feb 19, 2021 | 11:40 PM

પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજકીય માહોલ જામ્યો છે, તેની વચ્ચે કાયદાકીય જંગ પણ શરૂ થઈ ગઈ છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહ (HM Amit Shah)ની વિરૂદ્ધ માનહાનિને કેસ દાખલ કર્યો છે.

ગૃહપ્રધાન અમિત શાહ વિરૂદ્ધ કોર્ટે કાઢ્યું સમન્સ, 22 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ  
HM Amit Shah (File Image)

Follow us on

પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજકીય માહોલ જામ્યો છે, તેની વચ્ચે કાયદાકીય જંગ પણ શરૂ થઈ ગઈ છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહ (HM Amit Shah)ની વિરૂદ્ધ માનહાનિને કેસ દાખલ કર્યો છે. તેની સુનાવણી સોમવારે વિશેષ કોર્ટમાં કરવામાં આવશે. આ કેસ અમિત શાહ દ્વારા 2018માં એક રેલી દરમિયાન અભિષેક બેનર્જી પર લગાવેલા ભ્રષ્ટાચારના આરોપો સંબંધિત છે. સાંસદ-ધારાસભ્યોના મામલાની સુનાવણી માટે ગઠિત વિશેષ કોર્ટે 22 ફેબ્રુઆરીનું અમિત શાહને સમન્સ આપ્યું છે.

 

અભિષેક બેનર્જી દ્વારા દાખલ માનહાનિ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 11 ઓગસ્ટ 2018એ કોલકત્તામાં ભાજપની યુવા સ્વાભિમાન રેલી દરમિયાન અમિત શાહે તેમની પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. અભિષેક બેનર્જીએ કહ્યું કે તેમને આ આરોપો લગાવી છાપ ખરાબ કરી છે. અરજી મુજબ અમિત શાહે કહ્યું કે હતું કે નારદા, શારદા, રોજ વેલી, સિન્ડિકેટ કરપ્શન, ભત્રીજા કરપ્શન. મમતા બેનર્જીએ સતત ભ્રષ્ટાચર કર્યા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. રાજ્યમાં દિગ્ગજ નેતાઓ સતત રેલીઓ અને યાત્રાઓ કરી રહ્યા છે. ગઈકાલે અમિત શાહ અને મમતા બેનર્જીની રેલીઓ હતી. વડાપ્રધાન મોદી પણ 25 ફેબ્રુઆરીએ કોલકત્તા પ્રવાસે જઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: Aravalli: પોલીસે ઝડપેલા દારુને જ સગેવગે કરવા જતા કાર પલટતા ભાંડો ફુટ્યો, LCBના બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Next Article