સોનિયા ગાંધી પાસે કેટલુ સોનુ અને કેટલી ચાંદી છે ? કઈ કઈ કંપનીના શેરમાં સોનિયા ગાંધીએ કર્યુ છે રોકાણ ? રાજીવ ગાંધીનુ પેન્શન કોને મળે છે ? જાણો આ ખાસ સ્ટોરીમાં ઘણુ બધુ
Sonia Gandhi Property: સોનિયા પાસે પોતાનુ ખરીદેલુ ઘર નથી કે નથી કાર. 2004થી 2019 સુધીમાં જાણીએ કે સોનિયા ગાંધીની સંપતિમાં ક્યારે ક્યારે કેટલો વધારો થયો છે અને તેમની કમાણીનો મુખ્ય આધાર શુ છે ?
રાજીવ ગાંધી (Rajiv Gandhi)ની પત્નિ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી ( Sonia Gandhi )ની સંપતિમાં 15 વર્ષમાં 12 ગણો વઘારો થયો છે. ભલે રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ના હાથમાં કોંગ્રેસની કમાન સોપી ચૂકેલી સોનિયા ગાંધી હાલમાં રાજકીય રીતે બહુ સક્રીય ના હોય. પરંતુ સોનિયા ગાંધીની પ્રોપર્ટી ( Sonia Gandhi Property )નો ગ્રાફ ઝડપથી વધ્યો હોવાનુ નજરે ચડે છે.
સોનિયા પાસે પોતાનુ ખરીદેલુ ઘર નથી કે નથી કાર. 2004થી 2019 સુધી ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલ મિલ્કતો અંગેની વિગતોના આધારે જાણીએ કે સોનિયા ગાંધીની સંપતિમાં ક્યારે ક્યારે કેટલો વધારો થયો છે અને તેમની કમાણીનો મુખ્ય આધાર શુ છે.
સોનિયા ગાંધીના 2019માં ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલ સંપતિના સોગંદનામા મુજબ, તેમની સંપતિ લગભગ પોણા બાર કરોડ રૂપિયાની આસપાસ છે. 2004માં કરાયેલા સોંગદનામાની સાથે સરખામણી કરીએ તો આશરે 12 ગણી સંપતિ વધી છે.
ચાર લોકસભા ચૂંટણીમાં આવકની વિગતો દર્શાવતા સોગંદનામા અનુસાર સોનિયા ગાંધી 2004માં આશરે 85,68,694 રૂપિયા હતી. 2009માં સોનિયા ગાંધીની સંપતિમાં 1,37,94,768 રૂપિયાનો ચૂંટણી પંચ સમક્ષ ઉલ્લેખ કર્યો હતો. 2014માં સોનિયા ગાંધીની સંપતિમાં 8 કરોડનો વધારો થયો હતો અને કુલ સંપતિ આશરે 9,28,95,288 રૂપિયાએ પહોચી હતી.
સત્તા પરથી દૂર થતા જ સંપતિનો વધારો દર્શાવતો ગ્રાફ નીચે ઉતરવા લાગ્યો હતો. 2014 અને 2019ની વચ્ચે સોનિયા ગાંધીની પ્રોપર્ટીમાં માત્ર 2.53 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. 2019ની ચૂંટણી સમયે ચૂંટણી પંચ સમક્ષ સોનિયા ગાંધીએ 11,82,63,916 રૂપિયાની સંપતિની વિગતો જણાવી હતી.
સોનિયા ગાંધીની પાસે સોના ચાંદી ઉપરાંત કેટલાક બોન્ડ છે અને કૃષિની જમીન પણ છે. આ બધામાંથી તેમની કમાણી વધી રહી હોવાનુ સોગંદનામામા જણાવ્યુ છે. સોનિયા ગાંધી પાસે 88 કિલો ચાંદી છે. તો 1267.30 ગ્રામ સોનુ છે. સોનિયા ગાંધીએ પીપીએફ એકાઉન્ટ પણ ખોલાવ્યુ છે. જેમાં 72,25,414 રૂપિયા જમા છે.
સોનિયા ગાંધીને પીપીએફમાં પરંપરાગત રોકાણ કરવા સાથે કેટલીક કંપનીઓના શેર અને બોન્ડમાં પણ રોકાણ કર્યુ છે. જેમા રિલાયન્સ જેવી મોટી કંપની સામેલ છે. સોનિયાએ 2,75,39, 505 રૂપિયાનુ રોકાણ બોન્ડમાં અને શેરમાં કર્યુ છે. જેમા મારૂતિ, એચડીએફસી, કોટક, મોતીલાલ ઓસવાલ, રિલાયન્સ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓપ ઈન્ડિયા, ઈન્ડિયન રેલ્વે જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
સોનિયા ગાંધી પાસે દિલ્લીમાં પોતાનું ઘર નથી પરંતુ કૃષિની જમીન છે. દિલ્લીના ડેરામંડી ગામમાં તેમના નામે ત્રણ વિઘા જમીન છે. જેની કિંમત 5,88,81,813 રૂપિયા છે. જ્યારે દિલ્લીના મહરોલી પાસે સુલ્તાનપુર ગામમાં 12 વિઘા જમીન સોનિયાના નામે છે. જેની કિંમત 1,40,79,980 રૂપિયા છે.
સોનિયા ગાંધીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનુ પેન્શનની સાથેસાથે સાંસદ તરીકેના ભથ્થા પણ મળે છે.
આ પણ વાંચોઃ Bachpan Ka Pyar Poster : સહદેવ સાથે “બચપન કા પ્યાર” ગીત પર ધૂમ મચાવશે બાદશાહ, આ દિવસે વિડીયો થશે રિલીઝ