સૂર્ય કરતાં 100 ગણો મોટો તારો, પ્રથમ વખત તારામાં થયેલા વિસ્ફોટની અદભૂત તસવીર લેવામાં આવી, વૈજ્ઞાનિકો પણ થયા આશ્ચર્યચકિત

ઓસ્ટ્રેલિયાના ખગોળશાસ્ત્રીઓએ ઐતિહાસિક ક્ષણની તસવીર વિશ્વ સમક્ષ રજૂ કરી છે. આ સુપરનોવા તસવીરમાં પ્રકાશનો જોરદાર વિસ્ફોટ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

સૂર્ય કરતાં 100 ગણો મોટો તારો, પ્રથમ વખત તારામાં થયેલા વિસ્ફોટની અદભૂત તસવીર લેવામાં આવી, વૈજ્ઞાનિકો પણ થયા આશ્ચર્યચકિત
Australian astronomers took this historic photo

Space Latest News: બ્રહ્માંડની રસપ્રદ દુનિયામાં દરરોજ કંઈક નવું થાય છે. ઓસ્ટ્રેલિયાના એક ખગોળશાસ્ત્રીએ પ્રથમ વખત આવી તસવીર લીધી છે, જેને જોઈને અવકાશ વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. અગાઉ ક્યારેય કોઈ વિશાળ તારાનો વિસ્ફોટ કેમેરામાં કેદ થયો ન હતો. તે પણ તારો, જે સૂર્ય કરતાં 100 ગણો મોટો છે.

ઓસ્ટ્રેલિયાના ખગોળશાસ્ત્રીઓએ ઐતિહાસિક ક્ષણની તસવીર વિશ્વ સમક્ષ રજૂ કરી છે. આ સુપરનોવા તસવીરમાં પ્રકાશનો જોરદાર વિસ્ફોટ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તારામાં વિસ્ફોટ થાય તે પહેલાં તેમાંથી નીકળતી તરંગો પણ દેખાય છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી (ANU)ના ખગોળશાસ્ત્રી પેટ્રિક આર્મસ્ટ્રોંગ કહે છે કે, આ ઘટનાને શોક કૂલિંગ કર્વ કહેવામાં આવે છે. આનાથી આપણા માટે સમજવું પણ સરળ બનશે કે કેવી રીતે તારોમાં વિસ્ફોટ થાય છે.

પહેલી વાર આટલી માહિતી મળી

પેટ્રિક આર્મસ્ટ્રોંગ કહે છે કે, આ પ્રથમ વખત છે જ્યારે કોઈએ શોક કૂલિંગ કર્વ પર આવી વિગતવાર માહિતી પ્રદાન કરી હોય. વિસ્ફોટ પહેલા પ્રકાશનું તેજ અચાનક કેવી રીતે બદલાય છે તે જાણવામાં અમને વધુ રસ છે. ANUની ટીમે નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપનો (NASA Kepler Space Telescope) ઉપયોગ કરીને આ વિશાળ શોધ કરી. આર્મસ્ટ્રોંગે કહ્યું, ‘સુપરનોવાસ પ્રારંભિક તબક્કામાં ખૂબ જ ઝડપથી થાય છે. વિશ્વના મોટાભાગના ટેલિસ્કોપ સાથે તેને રેકોર્ડ કરવું ખૂબ જ મુશ્કેલ છે.

નવા મોડેલના તારાઓને ઓળખવામાં મદદ મળશે

આ તસવીર સાથે ANU દ્વારા તૈયાર કરવામાં આવેલા મોડેલે આવા વિસ્ફોટ થતા તારાઓને ઓળખવામાં મદદ કરી, જે સુપરનોવા બનાવે છે. તેઓ માને છે કે તે ખૂબ જ દુર્લભ પીળો સુપરજાયન્ટ હોઈ શકે છે. આ નવા મોડલને SW 17 નામ આપવામાં આવ્યું છે.

સુપરનોવા શું છે

નાસાના જણાવ્યા અનુસાર સુપરનોવા એ મનુષ્ય દ્વારા જોવામાં આવેલો સૌથી મોટો વિસ્ફોટ છે. દરેક વિસ્ફોટ ખૂબ જ પ્રકાશવાળો અને ખૂબ જ ઝડપી વિસ્ફોટ છે. મહત્વનું છે કારણ કે, એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં મળતા મોટાભાગના તત્વો આમાંથી બનેલા છે. સંશોધકો સુપરનોવાને સમજવા માંગે છે. કારણ કે, તેનાથી બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ તે જાણી શકાય છે. ANUની ખગોળશાસ્ત્રીઓ અને સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા ઉપયોગમાં લેવાતી છબી 2017માં કેપ્લર ટેલિસ્કોપ સાથે લેવામાં આવી હતી. બાદમાં તેની સેવા બંધ કરી દેવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રેસલર બજરંગ પૂનિયાએ જીતી બીજી મેચ,ઇરાનના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા સેમીફાઇનલમાં, રોમાંચક મુકાબલા બાદ ભારતીય મહિલા હૉકી ટીમની હાર, પણ બ્રિટેનને આપી જોરદાર ટક્કર

 

આ પણ વાંચો: Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati