પહેલા જનસંઘ, પછી કોંગ્રેસ અને હવે NCPનો હાથ પકડશે શંકરસિંહ વાઘેલા?
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને જન વિકલ્પ મોર્ચા પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા હવે NCP જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ શરદ પવારની હાજરીમાં એન.સી.પી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. ગુજરાત એન.સી.પી પાર્ટીના અધ્યક્ષ જંયત બોસ્કીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા શંકરસિંહ વાધેલા અને શરદ પવારની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમના વચ્ચે […]
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને જન વિકલ્પ મોર્ચા પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા હવે NCP જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ શરદ પવારની હાજરીમાં એન.સી.પી પાર્ટીમાં સામેલ થઈ શકે છે.
ગુજરાત એન.સી.પી પાર્ટીના અધ્યક્ષ જંયત બોસ્કીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા શંકરસિંહ વાધેલા અને શરદ પવારની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમના વચ્ચે મહાગઠબંધનને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી.
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
પવાર સાથે મુલાકાત કર્યા પછી વાઘેલાએ ટ્વિટ કરી હતી કે ભાજપ વિરૂધ્ધ મહાગઠબંધનને મજબૂત બનાવવાના સંકલ્પ પર NCP પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલની મુલાકાત લીધી. આવનારી ચૂંટણીમાં ભાજપને કેન્દ્રમાં આવતી રોકવા માટે મહાગઠબંધન ઉભુ કરવા બધા જ પ્રયત્ન કરવામાં આવશે.
શંકરસિંહ વાધેલા ભાજપ અને જનસંઘ પાર્ટીના મોટા નેતા રહી ચૂકયા છે. ત્યારબાદ ભાજપથી બગાવત કરી તેમણે અલગ પાર્ટી બનાવી અને ક્રોંગ્રેસ પાર્ટીની મદદથી મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે જન-વિકલ્પ મોરચાના બેનર હેઠળ ઘણાં ઉમેદવારોને ઉતાર્યા પણ તેઓ જીત હાંસલ કરી શકયા નહતા.