રાહુલે સાધ્યું PM પર નિશાન: કેન્દ્ર પાસે કરી જીલ્લાવાર વેક્સિનેશનના આંકડાની માંગ

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધતાં કહ્યું હતું કે તે 'અહંકારી' છે. તેને હિન્દીમાં ટ્વીટ કર્યું કે, "એક તો મહામારી, તેમાં પણ પ્રધાન અહંકારી !"

રાહુલે સાધ્યું PM પર નિશાન: કેન્દ્ર પાસે કરી જીલ્લાવાર વેક્સિનેશનના આંકડાની માંગ
રાહુલ ગાંધી - ફાઇલ ફોટો
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 23, 2021 | 7:52 PM

રવિવારે કોંગ્રેસે દાવો કર્યો હતો કે દેશમાં રસીની કમી છે અને કેન્દ્ર સરકારે રસીકરણ (Vaccination)ના જીલ્લાવાર આંકડા જાહેર કરવા જોઈએ. કારણકે આંકડાઓ પાછળ ઘણા તથ્યો છુપાઈ જાય છે. આ વિષય ઉપર રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધતાં કહ્યું હતું કે તે ‘અહંકારી’ છે. તેને હિન્દીમાં ટ્વીટ કર્યું કે, “એક તો મહામારી, તેમાં પણ પ્રધાન અહંકારી !”

આ ટ્વીટ સાથે રાહુલે એક અહેવાલને પણ ટાંકયો હતો, જેમાં કોવિશિલ્ડ બનાવતી  કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ના એક અધિકારીએ આરોપ લગાવ્યો છે કે સરકારે રસીનો હાજર સ્ટોક અને WHOના દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખ્યા વગર કેટલીય વય જુથ (Age Group)ના લોકોને રસી આપવાની શરૂઆત કરી દીધી છે.

કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે દિલ્હીમાં રસીની અછતને કારણે 18થી 44 વર્ષના વય જુથના લોકોનું રસીકરણ રોકાવી દીધા બાદ તેવા જ અહેવાલ તેલંગાણાથી પણ આવ્યા છે. તેને ટ્વીટ કર્યું કે, ” કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલયે દરરોજ જીલ્લાવાર રસીકરણના આંકડાઓ આપવા જોઈએ. સમગ્ર રાજ્યના આંકડાઓમાં કેટલાય ચિંતાજનક તથ્યો છુપાય જાય છે.

તેલંગાણાના 33માંથી 29 જીલ્લામાં નથી થયું કોઈ રસીકરણ

ચિદમ્બરમે કહ્યું કે, “શું ,’કોઈ અછત નથી’ની હર્ષવર્ધનની દલીલ, દિલ્હી અને તેલંગાણામાં સામે આવેલા તથ્યોનો જવાબ આપી દેશે? પૂર્વ કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે તેલંગાણાના 33માંથી 29 જિલ્લાઓમાં કોઈ રસીકરણ થયું નથી કારણ કે રસીની અછત ઊભી થઈ છે.

તેમને આરોપ લગાવ્યો કે “રોજ રસીકરણના આંકડા ઓછા થવાનું કારણ રસીની અછત છે.” ચિદમ્બરમે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન પાસે આગ્રહ કર્યો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મળીને આ મુદ્દે કોઈ નિષ્કર્ષ લાવીએ.

કર્ણાટક- દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 18+ને રસી આપવાનું બંધ

તેમને કહ્યું કે કેન્દ્રનો દાવો છે કે રાજ્યો પાસે 1.6 કરોડ રસીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ કર્ણાટક અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં  રસીની અછતને કારણે રસી આપવાનું બંધ છે. કોંગ્રેસ સરકાર રસીકરણ નીતિની નિરંતર આલોચના કરી રહી છે.

દેશમાં અત્યાર સુધી 19.50 કરોડ લોકોને આપવામાં આવી છે વેક્સિન

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રીએ રવિવારે કહ્યું કે COVID 19થી રક્ષણ માટે આપવામાં આવેલી રસીની સંખ્યા રવિવારે વધીને 19.50 કરોડને પાર થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે, “આજે સવારે મળેલા કામચલાઉ અહેવાલ મુજબ રસીના 19,50,04,184 ડોઝ કુલ 28,00,808 રસીકરણ સત્રોમાં આપવામાં આવ્યા છે. આમાંથી, 97,52,900 આરોગ્ય કર્મચારીઓ છે, જેમને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

જ્યારે ત્યાં 67,00,614 આરોગ્ય કર્મચારીઓ છે, જેમને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટ લાઈન 1,49,52,345 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને ફ્રન્ટ લાઈનના 83,26,534 કર્મચારીઓને રસીનો બીજો ડોઝ મળ્યો છે.

18થી 44 વર્ષની ઉંમરના 99,93,908 લાભાર્થી (પ્રથમ ડોઝ), 45થી 60 વર્ષની ઉંમરના 6,06,90,560 (પ્રથમ ડોઝ) અને 97,87,289 (બીજો ડોઝ)ના લાભાર્થીઓ, 60 વર્ષથી વધુ ઉમરના 5,65,55,558 (પ્રથમ ડોઝ) અને 1,82,44,476 (બીજો ડોઝ) લેવા વાળા લાભાર્થી શામેલ છે.

આ પણ વાંચો: WHO ના વૈજ્ઞાનિકે કર્યો દાવો : કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે સ્વદેશી Nasal Vaccine

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">