પૂર્વ લદ્દાખની ઘટના પર ભારતનાં ચીનને 6 સવાલ, ચીન એક પણ સવાલનાં જવાબ ન આપી શક્યું

પૂ્ર્વ લદ્દાખમાં ઉભા થયેલા ટેન્શનને હળવું પાડવા માટે ભારત અને ચાઈના બંને સંમત થયા છે જેથી કરી ને સીમા પર બનેલા તણાવને હળવું કરી શકાય, આ નિવેદન આપ્યું છે ચાઈનીઝ ફોરેન મિનિસ્ટ્રીનાં પ્રવક્તા ઝાઓ દ્વારા. સામે પક્ષે ભારતે ચીનને પુછેલા 6 સવાલ પર તે કોઈ જવાબ આપી નોહતું શક્યું માત્ર નક્કી કરેલા વાક્યથી વધારે ચીન […]

પૂર્વ લદ્દાખની ઘટના પર ભારતનાં ચીનને 6 સવાલ, ચીન એક પણ સવાલનાં જવાબ ન આપી શક્યું
http://tv9gujarati.in/purv-adakh-ma-ba…n-javab-na-aapyo/
Follow Us:
| Updated on: Jun 19, 2020 | 11:03 AM

પૂ્ર્વ લદ્દાખમાં ઉભા થયેલા ટેન્શનને હળવું પાડવા માટે ભારત અને ચાઈના બંને સંમત થયા છે જેથી કરી ને સીમા પર બનેલા તણાવને હળવું કરી શકાય, આ નિવેદન આપ્યું છે ચાઈનીઝ ફોરેન મિનિસ્ટ્રીનાં પ્રવક્તા ઝાઓ દ્વારા. સામે પક્ષે ભારતે ચીનને પુછેલા 6 સવાલ પર તે કોઈ જવાબ આપી નોહતું શક્યું માત્ર નક્કી કરેલા વાક્યથી વધારે ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા નોહતી આવી, ઘટનામાં કેટલા ચાઈનીઝ સૈનિકો માર્યા ગયા છે તેના પર પણ જવાબ ટાળવામાં આવ્યો હતો.

ચીનને ગલવાન નદી બાંધવામાં આવી રહેલા ડેમ પર  પુછવામાં આવેલા સવાલનો તેણે ટાળ્યો હતો. અન્ય એક સવાલ કે લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ -LAC પર ચાઈના દ્વારા બંધાયેલા ગેરકાયદે સ્ટ્રક્ચરને તોડવા માટે જ્યારે ભારતીય સેના પહોચી ત્યારે આ ઘર્ષણ સર્જાયું હતું? આ સવાલ એટલે પુછાયો હતો કેમકે અગાઉ ચીનનાં વિદેશ મંત્રાલયે ભારતીય સૈનિકોને LAC પાર કરવા માટે જવાબદાર ગણાવ્યા હતા. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ સરકાર તરફેના નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો કે જે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે ટેલિફોન વાતચીત કર્યા પછી જારી કરવામાં આવ્યો હતો. ભારતીય મંત્રીએ ભારતના વિરોધને બેઇજિંગને “સખત શબ્દોમાં” સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે દ્વિપક્ષીય સંબંધો પર “ગંભીર અસર” પડી શકે છે તેમણે ચીની પક્ષને તેની કાર્યવાહીનું પુનર્નિર્માણ કરવા અને સુધારાત્મક પગલાં ભરવા કહ્યું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

             ગુરુવારે અલગ રીતે, ચીનના વિદેશ મંત્રાલયના માહિતી વિભાગના ડાયરેક્ટર જનરલ હુઆ ચુનિંગે કહ્યું કે ભારતે તેની પ્રાદેશિક સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે તેની મક્કમતાને ઓછી ન કરવી જોઈએ. હુઆએ ટ્વિટ કર્યું કે, “ભારતે હાલની પરિસ્થિતિનો ખોટો અર્થઘટન ન કરવો જોઇએ અથવા તેની પ્રાદેશિક સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે ચીનની મક્કમતાને પણ ઓછી આંકવી ન જોઇએ. “ભારતીય ફ્રન્ટ લાઇન સૈનિકોએ સર્વસંમતિ તોડી અને વાસ્તવિક નિયંત્રણ લાઇનને પાર કરી, જાણી જોઈને ચિની અધિકારીઓ અને સૈનિકોને ઉશ્કેર્યા અને હુમલો કર્યો, આમ ભયંકર શારીરિક તકરાર શરૂ થઈ અને જાનહાનિ સર્જાઇ,” તેમણે આગળની ટ્વિટમાં જણાવ્યું હતું. ગલવાન ખીણ અને પૂર્વી લદ્દાખના અન્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ અઠવાડિયાથી મોટી સંખ્યામાં ભારતીય અને ચીની સૈનિકોનો જમાવડો થયો છે જેમાં પેંગોંગ ત્સો, ગલવાન ખીણ, ડેમચોક અને દૌલાત બેગ ઓલ્ડિનો સમાવેશ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">