પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન બાદ કાયદો- વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક : રાજ્યપાલ ધનખડ

પશ્ચિમ બંગાળ(West Begnal)માં વિધાનસભા ઇલેકશન પૂર્ણ થયા બાદ પણ રાજકારણમાં સતત હલચલ જોવા મળી રહી છે. જેમાં હવે ઇલેક્શન બાદ વધી રહેલી હિંસા(Violence)ને લઇને રાજ્યના રાજ્યપાલ જગદીપ ધનખડ ખુદ મેદાનમાં ઉતર્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે.

પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન બાદ કાયદો- વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક : રાજ્યપાલ ધનખડ
પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન બાદ કાયદો- વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 5:02 PM

પશ્ચિમ બંગાળ(West Begnal)માં વિધાનસભા ઇલેકશન પૂર્ણ થયા બાદ પણ રાજકારણમાં સતત હલચલ જોવા મળી રહી છે. જેમાં હવે ઇલેક્શન બાદ વધી રહેલી હિંસા(Violence)ને લઇને રાજ્યના રાજ્યપાલ જગદીપ ધનખડ ખુદ મેદાનમાં ઉતર્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે.

કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિને અત્યંત ચિંતાજનક

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પશ્ચિમ બંગાળ(West Begnal )માં ઇલેક્શન પરિણામ બાદ કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિને અત્યંત ચિંતાજનક ગણાવી રાજ્યપાલ જગદીપ ધનખડે રવિવારે કહ્યું હતું કે તેમણે મુખ્ય સચિવને વહીવટ દ્વારા પ્રતિશોધની હિંસા(Violence) રોકવા માટે લેવામાં આવેલા પગલાઓ અંગેની જાણકારી સાથે બોલાવ્યા છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રાજ્ય પોલીસ “રાજકીય વિરોધીઓ સામે બદલો લેવા શાસક પક્ષના એજન્ટ તરીકે કામ કરે છે”.

શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં ગંભીરતા ચેડા કરવામાં આવી રહ્યા છે

ટ્વિટર પર ધનખડે કહ્યું કે બંગાળમાં લાખો લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે અને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. રાજ્યના શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં ગંભીરતા ચેડા કરવામાં આવી રહ્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સોમવારે 7 જૂને મુખ્ય સચિવને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને ઇલેક્શન પરિણામ પછીની હિંસાને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓની પૂછપરછ માટે બોલાવ્યા છે.

લાખો લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે

રાજ્યપાલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શાસક તૃણમુલ કોંગ્રેસ વિરુદ્ધ મત આપ્યો તેમને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે. તેમણે લખ્યું કે, “રાજ્ય અકલ્પનીય રીતે ઇલેક્શન બાદ બદલાની હિંસાની ચપેટમાં છે. લાખો લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે અને કરોડોની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. સતત તોડફોડ અને અરાજકતા અને આગ લાગવાની ઘટના, લૂંટ અને સંપત્તિને નુકસાન થયું છે.

અરાજક તત્વોને કાયદાનો ડર નથી

રાજ્યપાલે કહ્યું કે, “અરાજક તત્વોના હાથે બળાત્કાર અને હત્યાની ઘણી ઘટનાઓ બની છે અને આવા તત્વોને કાયદાનો ડર નથી.” આ ઘટનાઓની નિંદા કરતા તેમણે કહ્યું કે લોકોને પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા અને પોતાનો ધંધો ચલાવવા માટે જબરજસ્તી નાણા આપવા પડી રહ્યા છે.

લોકોને પોલીસથી જીવનો ડર

તેમણે ટ્વિટર પર લખ્યું, ‘લોકશાહી મૂલ્યોનો શાસક પક્ષના ગુંડાઓ દ્વારા ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. લોકોને પોલીસથી જીવનો ડર છે, તેથી તેઓ શાસક પક્ષના ગુંડાઓની પગે પડી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યના અધિકારીઓ આ સમસ્યા પર કાબૂ મેળવવાની વાત તો દૂર તેને સ્વીકાર પણ નથી કરી રહ્યાં.

તેમણે કહ્યું કે પોલીસ રાજકીય વિરોધીઓને તેમનો બદલો લેવા દેવા માટે સહાયરૂપ બની રહી છે. આવી ગંભીર પરિસ્થિતિમાં મુખ્ય સચિવને સાત જૂનના રોજ બોલાવ્યા છે. જે મને ઇલેક્શન બાદ હિંસાને કાબૂમાં લેવા હાથ ધરેલા પગલાં અંગે માહિતી આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">