Porbandar: નગરપાલિકાનો ચૂંટણી જંગ, વિકાસ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે

પોરબંદર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વિકાસ મુદ્દે ભાજપ-કોંગ્રેસ ફરી સામસામે આવી ગયા. ભાજપ આગેવાનોએ પોરબંદરની જનતાની સુખાકારી માટે રોડ, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર સહિત અનેક કામ કર્યાનું ગણાવ્યું.

| Updated on: Feb 03, 2021 | 9:40 AM

પોરબંદર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વિકાસ મુદ્દે ભાજપ-કોંગ્રેસ ફરી સામસામે આવી ગયા. ભાજપ આગેવાનોએ પોરબંદરની જનતાની સુખાકારી માટે રોડ, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર સહિત અનેક કામ કર્યાનું ગણાવ્યું. આ ઉપરાંત નયનરમ્ય ચોપાટી અને અસ્માવતી રિવરફ્રન્ટને પ્રજા માટે નવીન નજરાણું ગણાવ્યા. પોરબંદરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન થકી ચોમાસામાં પાણી ભરાવવાથી મુક્તિ મળ્યાનો દાવો કર્યો, તો બીજી તરફ કોંગ્રેસે ટ્રાફિક, ગંદકી, સિટી બસ, ફાયર બ્રિગેડ મુદ્દે સત્તાપક્ષ પર નિશાન સાધ્યું. કોંગ્રેસે શહેરની શાન સમાન ઐતિહાસિક ટાવરની બંધ ઘડિયાળોને ભાજપની નિષ્ફળતાનો પુરાવો ગણાવ્યો. આ બંને પક્ષના દાવા વચ્ચે પ્રજા કોના પર વિશ્વાસ મૂકી 52 કોર્પોરેટરને ચૂંટે છે તે જોવું રહ્યું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">