Gujarati News » Politics » Poor show of congress in north gujarat aap registers victory in pm native place vadnagar
Gujarat Elections 2021 Results : ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો, ભાજપનો વિજય અને પીએમ મોદીના વતન વડનગરમાં આપની એન્ટ્રી
Gujarat Elections 2021 Results : ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામ તબક્કાવાર જાહેર થઈ રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પરિણામમાં કોંગ્રેસનો રકાશ થયો છે અને ભાજપે પોતાનો દબદબો જમાવ્યો છે.
Gujarat Elections 2021 Results : ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામ તબક્કાવાર જાહેર થઈ રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પરિણામમાં કોંગ્રેસનો રકાશ થયો છે. જ્યારે ભાજપે પોતાનો દબદબો જમાવ્યો છે. તેમજ એક મહત્વની ઘટનામાં પીએમ મોદીના વતન વડનગરમાં આમ આદમીની એન્ટ્રી થઈ છે. જેમાં મહેસાણા વડનગર તાલુકા પંચાયતમાં ભાજપને 14, કોંગ્રેસને 1 અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી.