ખેડૂતોના વિવિધ પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી ધરપકડ
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને ધરણા પ્રદર્શનો યોજાયા હતા. પોલીસે અટકાયત કરતા કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિરોધ પ્રદર્શનને લઇ કોંગી અગ્રણીઓ રેલવે સ્ટેશન નજીક મુખ્ય માર્ગ ઉપર બેસી ગયા હતા, અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે ૨૦ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ […]

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને ધરણા પ્રદર્શનો યોજાયા હતા. પોલીસે અટકાયત કરતા કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિરોધ પ્રદર્શનને લઇ કોંગી અગ્રણીઓ રેલવે સ્ટેશન નજીક મુખ્ય માર્ગ ઉપર બેસી ગયા હતા, અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે ૨૦ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ નીતિના વિરોધમાં આજરોજ કિસાન મજુર બચાવો દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલ્વે સ્ટેશન બહાર ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ધરણા પ્રદર્શનો યોજાયા હતા અને કોન્ગ્રેસના આગેવાનોએ અને કાર્યકરોએ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ નીતિના કારણે ખેડૂતો અને શ્રમિકોની હાલત કફોડી બની છે. વિરોધપ્રદર્શન કરી રહેલ કોન્ગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેના પગલે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા ૨૦ કોની અગ્રણીઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃકાપોદ્રા નજીક નાળા ઉપરથી ઈંટ ભરેલ ટેમ્પો પાણીમાં ખાબકયો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
