કાપોદ્રા નજીક નાળા ઉપરથી ઈંટ ભરેલ ટેમ્પો પાણીમાં ખાબકયો
અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ ખાડીના નાળા ઉપરથી ઈંટ ભરેલ ટેમ્પો પાણીમાં ખાબકયો હતો. ઘટનાના પગલે નાળાને નુકશાન થતા, વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પહોચ્યું છે. આ ઘટના નબળા નાળાના કારણે થયો કે અકસ્માતના કારણે, નાળાને નુકશાન પહોંચ્યું તેની તપાસ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના ભારે વરસાદમાં આ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વર […]

અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ ખાડીના નાળા ઉપરથી ઈંટ ભરેલ ટેમ્પો પાણીમાં ખાબકયો હતો. ઘટનાના પગલે નાળાને નુકશાન થતા, વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પહોચ્યું છે. આ ઘટના નબળા નાળાના કારણે થયો કે અકસ્માતના કારણે, નાળાને નુકશાન પહોંચ્યું તેની તપાસ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના ભારે વરસાદમાં આ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.

અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામ નજીકથી પસાર થતી ખાડી પર નાનો પુલ આવેલો છે.આ માર્ગ રાષ્ટ્રીય ધોરી માર્ગથી કાપોદ્રા ગામને જોડે છે. સવારના સમયે ઈંટ ભરીને એક ટેમ્પો નાળા પરથી પસાર થઇ રહ્યો હતો આ દરમ્યાન ટેમ્પો પલટી ખાઈ પાણીમાં ખાબકયો હતો. નાળાનો એક હિસ્સો પણ બેસી ગયો હતો. ઘટનાના પગલે દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે અસ્કામતમાં ટેમ્પોચાલકનો બચાવ થયો હતો.

તાજેતરમાં વરસેલ ભારે વરસાદના કારણે ખાડીમાં પુર આવતા આ પુલને ભારે નુકશાન પહોચ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેજ પ્રવાહનો સામનો કરનાર આ નાનો પુલ જર્જરિત બનવાથી આજે વજન સાથે વાહન પસાર થતા દુર્ઘટના સર્જાઈ હોવાનું લાગી રહ્યું છે.આ પુલના સમારકામની ગ્રાન્ટ પણ મંજુર થઇ ગઈ છે પરંતુ પુલનું સમારકામ ક્યારે કરવામાં આવે છે તેનો કોઈ સ્પષ્ટ જવાબ ગ્રામજનોને મળતો નથી. અકસ્માત બાદ પુલ ઉપરથી ભારે વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ“બાપુ”ની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
