PM Modi 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળના પ્રવાસે, ટ્વીટ કરીને જણાવ્યું શું ભેટ આપશે

PM Modi રવિવારે 7 ફેબ્રુઆરીના રોજ  અસમ અને બંગાળના પ્રવાસ પર જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત થઈ શકે છે.

PM Modi 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળના પ્રવાસે, ટ્વીટ કરીને જણાવ્યું શું ભેટ આપશે
PM Modi (File Photo)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:03 PM

PM Modi રવિવારે 7 ફેબ્રુઆરીના રોજ  અસમ અને બંગાળના પ્રવાસ પર જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત થઈ શકે છે. PM Modi છેલ્લા 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળ જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તેમજ PM Modiની આ મુલાકાતથી ભાજપના મિશનને વધુ બળ મળશે. પીએમ  મોદીએ શનિવારે સાંજે એક પછી એક ટ્વીટ કરીને તેમની મુલાકાત વિશે માહિતી આપી છે. તેમણે અંગ્રેજી સિવાય બાંગ્લા ભાષામાં પણ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ રાજ્ય અને રાષ્ટ્રને કંઈ ભેટો આપવા આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 15-06-2024
ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની આ પર્સનલ વાત તમે નહીં જાણતા હોવ
આ દિવસે થશે વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ! જાણો તારીખ સમય અને મહત્વપૂર્ણ વિગત
કોઈ પણ લોન તમે સરળતાથી ચૂકવી શકશો, આ 5 બાબતોનું રાખો ધ્યાન
વધારે પ્રમાણમાં બટેકાં ખાવ તો શું થાય ?
મની પ્લાન્ટનો થશે જબરદસ્ત ગ્રોથ, જાણી લો ટ્રીક

PM Modi ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે સાંજે હું પશ્ચિમ બંગાળના હલ્દિયામાં રહીશ. હું બીપીસીએલ દ્વારા બનાવવામાં આવેલ એલપીજી આયાત ટર્મિનલ દેશને સમર્પિત કરીશ. આ સિવાય વડાપ્રધાન ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ દોભી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઈપલાઈન સેકશનને રાષ્ટ્રને પણ સમર્પિત કરશે. તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે તેઓ હલ્દીયા રિફાઈનરી બીજા કેટેલિટીક-ઈસોડેવેક્સિંગ યુનિટનો શિલાન્યાસ કરશે, આ ઉપરાંત એનએચ 41 પર રાનીચક, દલદિયા રેલ ઓવર બ્રિજ કમ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન પણ કરશે.

અસમ માટે શું ઉપહાર 

અસમના કાર્યક્રમની વિગતો આપતાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે હું આસામના લોકો વચ્ચે રહીશ. સોનીતપુર જિલ્લાના ધેકિયાજુલીમાં ‘અસોમ માલા’ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. જે રાજ્યના રોડ માળખાને મજબૂત બનાવશે. જેના લીધે અસમની આર્થિક પ્રગતિમાં યોગદાન મળશે અને કનેક્ટિવિટીમાં સુધારો થશે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાને કહ્યું વિશ્વનાથ અને છારાઈડ ‘મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવશે. આનાથી અસમમાં આરોગ્યનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અસમએ આરોગ્ય સંભાળમાં ઝડપી વૃદ્ધિ કરી છે. આનાથી માત્ર અસમ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વને ફાયદો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત માટે ગર્વની વાત, મહેસાણાના આ શિક્ષકની વિશ્વભરમાં થઈ ‘વાહવાહી’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">