INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમની ધરપકડ કરવા CBI તેમના ઘરે પહોંચી પરંતુ હાજર નથી પૂર્વ નાણાપ્રધાન

પી.ચિદમ્બરના ઘરે CBIના અધિકારીઓ પહોંચ્યા હતા પરંતુ પી.ચિદમ્બર પોતાના ઘરે હાજર નથી. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા અને દેશના પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમને મોટો ઝટકો આપ્યો છે. INX મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમની અરજી નામંજૂર કરી દીધી છે. કોર્ટે પૂર્વ નાણા પ્રધાનની 3 દિવસનો સમયગાળો પણ નામંજૂર કરી દીધો છે. હાઈકોર્ટની નામંજૂરી બાદ ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા […]

INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમની ધરપકડ કરવા CBI તેમના ઘરે પહોંચી પરંતુ હાજર નથી પૂર્વ નાણાપ્રધાન
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 2:11 PM

પી.ચિદમ્બરના ઘરે CBIના અધિકારીઓ પહોંચ્યા હતા પરંતુ પી.ચિદમ્બર પોતાના ઘરે હાજર નથી. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા અને દેશના પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમને મોટો ઝટકો આપ્યો છે. INX મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમની અરજી નામંજૂર કરી દીધી છે. કોર્ટે પૂર્વ નાણા પ્રધાનની 3 દિવસનો સમયગાળો પણ નામંજૂર કરી દીધો છે. હાઈકોર્ટની નામંજૂરી બાદ ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. જેથી સુપ્રીમ કોર્ટ હવે બુધવારે સુનાવણી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચોઃ રાજકોટમાં HFMD વાયરસની ચપેટમાં બાળકો, જાણો બચવા માટે શું કરવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આગામી જામીન અરજી, ત્રણ દિવસની માગણી નામંજૂર થયા બાદ ED અને CBI ચિદમ્બરમની ધરપકડ કરવા માગે છે. ચિદમ્બરના વકીલ કપિલ સિબ્બલે સૌથી પહેલા સુપ્રીમ કોર્ટમાં CJI પાસે કેસને મેન્શન કરવાની રજૂઆત કરી હતી. પરંતુ કોર્ટ ત્યાં સુધી કાર્યવાહી પૂરી થઈ ચૂકી હતી. જે બાદ કપિલ સિબ્બલ રજિસ્ટ્રાર પાસે પહોંચ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પી.ચિદમ્બરમાં વિશેષ અરજી દાખલ થઈ ચૂકી છે. હવે ચીફ જસ્ટિસ સુનાવણીની તારીખ નક્કી કરશે. આ દરમિયાન જોઈન્ટ રજિસ્ટારે કપિલ સિબ્બલને કહ્યું કે, CJI હાલમાં કાનૂની કાર્યમાં વ્યસ્થ છે. તો તેમની અરજી પછીથી CJIને આપી દેવાશે.

[yop_poll id=”1″]

પી.ચિદમ્બરમ પર શું છે આરોપ

ચિદમ્બરમ પર INX મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડ પાસેથી ગેરકાનૂની રીતે મંજૂરી અપાવવા 305 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આક્ષેપ છે. આ કેસમાં પી.ચિદમ્બરને અંદાજે 10થી વધુ વખત વચ્ચગાળાનું પ્રોટેક્શન મળ્યું છે. આ કેસ 2007નો છે જ્યારે પી.ચિદમ્બરમ નાણા પ્રધાન હતા.

આ મામલે CBI પહેલા જ પી.ચિદમ્બરના પુત્ર કાર્તિકની ધરપકડ કરી લીધી છે. પરંતુ તે હાલમાં જામીન પર બહાર છે. અહેમ વળાંક ત્યારે આવ્યો જ્યારે ઈન્દ્રાણી મુખર્જી 4 જુલાઈના દિવસે સરકારી ગવાહ બની ગઈ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">