લોકસભામાં પાસ થયું એક એવું બિલ, જે કાયદો બનવાથી થઈ શકે છે સૌથી વધારે દુરુપયોગ, જાણો આ ખતરનાક બિલની ખતરનાક વાતો

UAPA સુધારા બિલ-2019 લોકસભામાંથી પાસ થઈ ગયું છે. અગાઉ સંસદમાં NIA સુધારા બિલ 2019 પણ પાસ થઈ ગયું છે. વિરોધ પક્ષે આરોપ મૂક્યો છે કે સરકાર આ બિલ સાથે દેશને પોલીસ રાજ્ય બનાવવા માંગે છે. વિપક્ષ દ્વારા શા માટે આ બિલનો વિરોધ કરવામાં આવે છે તે સમજીએ. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા […]

લોકસભામાં પાસ થયું એક એવું બિલ, જે કાયદો બનવાથી થઈ શકે છે સૌથી વધારે દુરુપયોગ, જાણો આ ખતરનાક બિલની ખતરનાક વાતો
Follow Us:
| Updated on: Jul 24, 2019 | 1:11 PM

UAPA સુધારા બિલ-2019 લોકસભામાંથી પાસ થઈ ગયું છે. અગાઉ સંસદમાં NIA સુધારા બિલ 2019 પણ પાસ થઈ ગયું છે. વિરોધ પક્ષે આરોપ મૂક્યો છે કે સરકાર આ બિલ સાથે દેશને પોલીસ રાજ્ય બનાવવા માંગે છે. વિપક્ષ દ્વારા શા માટે આ બિલનો વિરોધ કરવામાં આવે છે તે સમજીએ.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

UAPA સુધારા બિલથી શું બદલાશે?

1. ગેરકાનૂની પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ, 1967 માં ફક્ત સંસ્થાઓને જ નહીં પરંતુ વ્યક્તિને પણ આતંકવાદી તરીકે જાહેર કરી શકાશે. માત્ર એટલું જ નહીં તે વ્યક્તિને શંકાના આધારે પણ આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે. હાલમાં ફક્ત સંસ્થાઓને જ આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરી શકાય છે. ખાસ વાત એ છે કે તે વ્યક્તિ માટે આતંકવાદી સંગઠન સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની જરૂર પણ રહેશે નહીં. આતંકવાદી ટેગને દૂર કરવા માટે પણ કોર્ટના બદલે સરકારે બનાવેલ સમીક્ષા સમિતિમાં જવું પડશે. બાદમાં અદાલતમાં અપીલ કરી શકાશે.

2. NIAના ડી.જી. આતંકવાદી જાહેર કરાયેલ વ્યક્તિ અથવા જૂથની સંપત્તિની જપ્ત કરવાની મંજૂરી પણ આપી શકશે. અત્યાર સુધી જે રાજ્યમાં મિલકત હોય ત્યાંના ડી.જી.પી.ની મંજૂરીથી મિલકત જપ્ત થઈ શકે છે.

3. NIAના ઇન્સ્પેક્ટર રેંકના ઓફિસર આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ કરી શકશે. અત્યાર સુધી માત્ર ડી.એસ.પી. અને આસિસ્ટન્ટ કમિશનર કે તેની ઉપરના રેંકના અધિકારીને આ પ્રકારની તપાસ કરવાનો અધિકાર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ પાછી ખેંચી હડતાળ, જુઓ VIDEO

UAPA સુધારો બિલ પર વિવાદ શું છે?

વિરોધ પક્ષનું કહેવું છે કે નાગરિકોએ પર આરોપ લાગે તો પોતાનો બચાવ કરવાની તક મળવી જોઈએ. તેમને સીધો જ આતંકવાદી જાહેર કરવો એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થશે. આ કિસ્સામાં નવા UAPAનો દુરુપયોગ થઈ શકે છે. UAPAના કિસ્સામાં કોઈ એડવાન્સ જામીન મળતા નથી. પ્રથમ નજરમાં આરોપો સાચા લાગવાથી જામીન પણ મળતા નથી. ચાર્જશીટ વગર પણ આરોપીને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા પ્રમાણે UAPAના 67% જેટલા આરોપો સાબિત થયા નથી અને આરોપીને મુક્ત કરવામાં આવ્યા. આ કાયદા હેઠળ નકસલવાદી સંગઠનોના સભ્ય હોવાના આરોપોમાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેની ટીકા કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

NIA સુધારા બિલ 2019માં શું બદલાશે?

1. હવે NIAને માનવ તસ્કરી, નકલી નોટ અને ગેરકાયદે શસ્ત્રોના નિર્માણ અને વેચાણની તપાસ, સાયબર આતંકવાદના કેસોની તપાસ કરવાનો અધિકાર છે.

2. NIAને ભારતની બહાર ભારત અથવા તેના નાગરિકો વિરુદ્ધ કરેલા ગુનાઓની તપાસ માટે અધિકાર છે. અત્યાર સુધી એજન્સી ફક્ત દેશમાં જ તપાસ કરી શકતી હતી.

3. અત્યાર સુધી NIAના કેસની સુનાવણી માટે કેન્દ્રને વિશેષ અદાલત બનાવવાનો અધિકાર હતો, હવે સરકાર આ કેસોની સુનાવણી માટે સેશન્સ કોર્ટને પણ વિશેષ અદાલતનો દરજ્જો આપી શકે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
g clip-path="url(#clip0_868_265)">