Modi Cabinet Expansion : સારું કામ કરનારા આ સાત મંત્રીઓને કરાયા પ્રમોટ, કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાયો

|

Jul 07, 2021 | 8:05 PM

મોદી કેબિનેટમાં સારા કામ કરનારા મંત્રીઓને પણ બઢતી આપવામાં આવી રહી છે. મોદી મંત્રીમંડળમાં મનસુખ માંડવીયા, કિરન રિજિજુ, આર.કે.સિંઘ, હરદીપસિંહ પુરી અને પુરુષોત્તમ રૂપાલાનું કદ વધ્યું છે. 

Modi Cabinet Expansion : સારું કામ કરનારા આ સાત મંત્રીઓને કરાયા પ્રમોટ, કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાયો
Modi Cabinet Expansion 2021

Follow us on

મોદી કેબિનેટ(Modi Cabinet) ના વિસ્તરણમાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ(Expansion) માં આજે 43 નેતાઓ શપથ લીધા છે. જેમાં  જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, ભૂપેન્દ્ર યાદવ, અનુપ્રિયા પટેલ, શોભા કરંડલાજે, મીનાક્ષી લેખી, અજય ભટ્ટ, અનુરાગ ઠાકુરે પણ મંત્રી પદના શપથ લીધા. 

મોદી કેબિનેટના વિસ્તરણ પૂર્વે કુલ 12 મંત્રીઓએ  રાજીનામા આપી દીધા હતા. તેમજ  ચૂંટણીલક્ષી રાજ્યોને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો  છે. જેમાં  યુ.પી.માં આવતા વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના લગભગ 7 નેતાઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં કૌશલ કિશોર, એસપી બઘેલ, પંકજ ચૌધરી, બી.એલ. વર્મા, અજય મિશ્રા, ભાનુ પ્રતાપ વર્મા અને અપના દળના અનુપ્રિયા પટેલનો સમાવેશ થાય છે.

મનસુખ માંડવીયા  અને પુરુષોત્તમ રૂપાલાનું કદ વધ્યું

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એટલું જ નહીં, મોદી કેબિનેટમાં સારા કામ કરનારા મંત્રીઓને પણ બઢતી આપવામાં આવી રહી છે. જેમાં અનુરાગ ઠાકુર, શ્રી. કિશન રેડ્ડી સહિત 7 મંત્રીઓને પ્રમોટ કરવામાં આવ્યા છે આ સિવાય મોદી મંત્રીમંડળમાં મનસુખ માંડવીયા, કિરન રિજિજુ, આર.કે.સિંઘ, હરદીપસિંહ પુરી અને પુરુષોત્તમ રૂપાલાનું કદ વધ્યું છે. 

કેબિનેટ કક્ષાનો  દરજ્જો મેળવનાર સાત મંત્રી

અનુરાગ ઠાકુર: હિમાચલના હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુર 46 વર્ષનાં છે. હાલમાં તેઓ નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્ય પ્રધાન છે. બીસીસીઆઈના પ્રમુખ રહી ચૂક્યા છે.

જે. કિશન રેડ્ડી: ગૃહ રાજ્યમંત્રી. તે સિકંદરાબાદ લોકસભાના સંસદ સભ્ય છે અને આંધ્ર પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

મનસુખ માંડવીયા:   કેન્દ્રમાં રાજ્યકક્ષાના શિપિંગ અને કેમિકલ્સ, ખાતર વિભાગના પ્રધાન

કિરણ  રિજજુ : કેન્દ્રીય રમત ગમત રાજ્યમંત્રી. તે અરૂણાચલ પશ્ચિમના સાંસદ છે અને લઘુમતી બાબતોના મંત્રાલયની પણ જવાબદારી  છે.

આર.કે.સિંઘ: કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્યમંત્રી. તે આરા લોકસભા બેઠકના સાંસદ છે અને ભૂતપૂર્વ આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે.

હરદીપસિંહ પુરી: નાગરિક ઉડ્ડયન માટેના કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) તેઓ વર્ષ 2018 થી રાજ્યસભાના સાંસદ છે અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પણ રહી ચૂક્યા છે.

પુરુષોત્તમ રૂપાલા: પંચાયતી રાજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી. તેઓ રાજ્યસભાના સાંસદ છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

 

કેન્દ્રીય મંત્રીમંડળમાં 43 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેબિનેટમાં નવા 14 ચહેરા છે. જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે, હવે કેબિનેટ(Cabinet )ની સરેરાશ ઉંમર 58 વર્ષ રહેશે. કેબિનેટ વિસ્તરણમાં મહિલાઓને સ્થાન પણ અપાયું છે.  મંત્રીમંડળ વિસ્તરણમાં   કુલ 11 મહિલા(Women) ઓ છે જેમાંથી 2ને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે 4 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ  વાંચો : Char Dham Yatra Train : શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણો વિગતો

આ પણ  વાંચો :  આ દેશના રાષ્ટ્રપતિની તેના ઘરમાં ઘૂસીને કરવામાં આવી હત્યા, તેમના પત્ની પણ ગોળી વાગવાથી થયા ઘાયલ

Next Article