આ દેશના રાષ્ટ્રપતિની તેના ઘરમાં ઘૂસીને કરવામાં આવી હત્યા, તેમના પત્ની પણ ગોળી વાગવાથી થયા ઘાયલ

આ દેશના રાષ્ટ્રપતિની તેના ઘરમાં ઘૂસીને કરવામાં આવી હત્યા, તેમના પત્ની પણ ગોળી વાગવાથી થયા ઘાયલ
President Jovenel Moise

Jovenel Moise Murder: હૈતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસની હત્યા કરવામાં આવી છે. કેટલાક અજાણ્યા લોકોએ તેમના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jul 07, 2021 | 4:57 PM

કેરેબિયન દેશ હૈતીના (Haiti) રાષ્ટ્રપતિ, જોવેનલ મોઇસની (President Jovenel Moise) હત્યા કરવામાં આવી છે, હૈતીના વડાપ્રધાને આ માહિતી આપી છે. સ્થાનિક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની હત્યા તેમના ખાનગી નિવાસસ્થાન પર કરવામાં આવી હતી.

કાર્યકારી વડાપ્રધાન ક્લાઉડે જોસેફે (Claude Joseph) કહ્યું છે કે બુધવારે સવારે આ જીવલેણ હુમલો થયો હતો. કેટલાક અજાણ્યા લોકો રાષ્ટ્રપતિના ખાનગી નિવાસસ્થાને ગયા અને તેમના પર હુમલો કર્યો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંના કેટલાક અજાણ્યા લોકો સ્પેનિશ બોલતા હતા.

જોસેફે જણાવ્યું કે રાષ્ટ્રપતિના પત્નીને પણ ગોળી વાગી હતી, પરંતુ આ હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો. વડાપ્રધાને આ હુમલાની નિંદા કરી છે અને કહ્યુ કે, તે ઘૃણાસ્પદ અને અમાનુષી કૃત્ય હતું. આ સાથે લોકોને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ ઘટના બાદ દેશભરના લોકો સોશિયલ મીડિયા પર મોઇસને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સરકાર વિરોધી પ્રદર્શન ફેબ્રુઆરીમાં થયું હતું

અધિકારીઓ કહે છે કે પ્રથમ મહિલા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. દેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિ વચ્ચે આ હત્યા થઈ છે. વર્ષની શરૂઆતમાં, હૈતીમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. ફેબ્રુઆરીમાં હજારો લોકો મોઇસના રાષ્ટ્રપતિના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા હતા. હૈતીના વિરોધ પક્ષના નેતાઓએ કહ્યું હતું કે મોઇસના પાંચ વર્ષની મુદત આ વર્ષે જ સમાપ્ત થવી જોઈતી હતી, પરંતુ જોવેનલ મોઇસે કહ્યું કે તેઓ વધુ એક વર્ષ આ પદ પર રહેશે.

આ પહેલા પણ હત્યાનો પ્રયાસ થયો હતો

અગાઉ પણ મોઇસની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો (Haiti President Killed in His Home). આ અંગે તેમણે ખુદ માહિતી આપી હતી. જોવેનલ મોઇસે કહ્યું હતું કે તેની હત્યા કરવાની ષડયંત્ર રચાયું હતું, જેને સુરક્ષા એજન્સીઓએ ફેબ્રુઆરીમાં જ નિષ્ફળ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘મારા સુરક્ષા વડાનો આભાર. આ લોકોનો હેતુ મારો જીવ લેવાનો હતો, તે યોજનાને નિષ્ફળ કરી દેવામાં આવી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati