મમતા બેનર્જીનો વિડીયો સંદેશ, જાણો કયારથી પરત ફરશે ચૂંટણી મેદાનમાં

|

Mar 11, 2021 | 7:02 PM

નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા બાદ ઘાયલ થયેલા ટીએમસી સુપ્રીમો એસએસકેએમ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને સીએમ મમતા બેનર્જીએ વીડિયો સંદેશ જાહેર કર્યો છે.

મમતા બેનર્જીનો વિડીયો સંદેશ, જાણો કયારથી પરત ફરશે ચૂંટણી મેદાનમાં

Follow us on

પશ્ચિમ બંગાળની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાવા લાગ્યું છે. જેમાં પણ બુધવારે નંદીગ્રામમાં Mamata Banerjee એ પર થયેલા કથિત હુમલા બાદ તમામ રાજકીય સમીકરણો બદલાવવા લાગ્યા છે. જેમાં હાલ  નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા બાદ ઘાયલ થયેલા ટીએમસી સુપ્રીમો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને સીએમ મમતા બેનર્જીએ વીડિયો સંદેશ જાહેર કર્યો છે.

સીએમ Mamata Banerjee એ વિડીયો સંદેશમાં કહ્યું કે હું દરેકને, ખાસ કરીને કાર્યકરોને અપીલ કરું છું કે તેઓ શાંતિ અને સંયમ જાળવે. મને ગઈકાલે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. મને હાથ અને પગમાં ઈજા પહોંચી હતી. પગના નીચેના ભાગે ઈજા થઈ છે. માથા અને છાતીમાં પણ દુખાવો થતો હતો. સૌને વિનંતી છે કે સૌ શાંતિ અને સંયમ જાળવે. એવું કશું પણ ન કરશો કે જેનાથી લોકોને અગવડતા થાય. હું 2 થી 3 દિવસમાં ફરી મેદાનમાં આવીશ. જો કે પગમાં સમસ્યા થશે પરંતુ રેલી રદ નહિ થાય. જો જરૂર હશે તો વ્હીલ ચેર પર બેસીને પણ મિટિંગ કરીશ.

ઉલ્લેખનીય છે કે , બુધવારે નંદીગ્રામના બિરુલિયા ગામે મમતા બેનર્જીને ઈજા પહોંચી હતી. ઈજા બાદ તેમણે આરોપ લગાવ્યો કે ચાર લોકોએ તેમને કાવતરા હેઠળ ધક્કો માર્યો હતો. તેમના પગ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમણે કોલકત્તા લાવવામાં આવ્યા હતા. જેમને કોલકત્તાની એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Next Article