T20 World Cup Final: મમતા બેનર્જી T20 વિશ્વકપ મેચ નિહાળવા માટે દુબઇ જશે, સૌરવ ગાંગુલીના નિમંત્રણનો સ્વિકાર કર્યો
વિદેશમાં આયોજિત રમતગમત સ્પર્ધામાં દેશના કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીને આ રીતે આમંત્રણ આપવામાં આવ્યું હોય અને મમતા બેનર્જી (Mamata Banerjee) પ્રથમ વખત કોઈ આંતરરાષ્ટ્રીય મેચ જોવા વિદેશ જશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) 14 નવેમ્બરે દુબઈ (Dubai) માં આયોજિત T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ (T20 World Cup 2021 Final Match) જોવા જશે. પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલય દ્વારા મળેલી માહિતી અનુસાર, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ મમતા બેનર્જીને ક્રિકેટની ફાઈનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને મમતા બેનર્જીએ સ્વીકારી લીધું છે અને તે હવે ફાઈનલ મેચ જોવા માટે દુબઈ જશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને દુબઈ આવવા આમંત્રણ આપ્યું હતું. તેમને ખુદ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખાસ આમંત્રણ આપ્યું હતું. જે આમંત્રણને સ્વીકારીને મમતા બેનર્જીએ દુબઈ જવાનું નક્કી કર્યું છે.
મમતા બેનર્જી પ્રથમ વખત મેચ જોવા વિદેશ જશે
મમતા બેનર્જી શનિવારે એટલે કે આજે મોડી રાત્રે ગોવાના ત્રણ દિવસના પ્રવાસે પરત ફરશે. આ દરમિયાન મળતી માહિતી મુજબ, મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલયને જાણ કરી છે કે તે મેચ જોવા માટે દુબઈ જશે. આ પહેલીવાર છે, જ્યારે વિદેશમાં આયોજિત રમતગમતની સ્પર્ધામાં દેશના કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીને આ રીતે આમંત્રણ આપવામાં આવ્યું હોય અને મમતા બેનર્જી પ્રથમ વખત કોઈ આંતરરાષ્ટ્રીય મેચ જોવા માટે વિદેશ જશે. આ પહેલા પણ મમતા બેનર્જી વિદેશ પ્રવાસ પર જઈ ચુક્યા છે, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે તેઓ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ જોવા વિદેશ જશે.
મમતા બેનર્જીના સૌરવ ગાંગુલી સાથે સારા સંપર્કો છે
મમતા બેનર્જીના સૌરવ ગાંગુલી સાથે ઘણા સારા સંબંધો છે. એક સમયે સૌરવ ગાંગુલીને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ બનાવવામાં મમતાની ભૂમિકા હતી. આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો ત્યારે મમતા બેનર્જી પણ તેને જોવા હોસ્પિટલ ગઈ હતી.
બંગાળમાં ત્રીજી વખત તૃણમૂલ કોંગ્રેસની સરકાર બન્યા બાદ મમતા અચાનક એક દિવસ સૌરવ ગાંગુલીના ઘરે તેમને મળવા પહોંચી હતી. જેને લઈને રાજકીય વર્તુળોમાં ઘણી અટકળો ચાલી રહી હતી. રમતગમતમાં મમતા બેનર્જીની રુચિ જાણીતી છે. તેઓ 2017માં કોલકાતામાં યોજાયેલા અંડર-17 ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ દરમિયાન વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગનમાં જોવા મળ્યા હતા.