MMA સ્ટાર રિતુ ફોગાટ ઈતિહાસ રચવા નજીક, રોમાંચક જીત સાથે વન ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી
27 વર્ષીય રિતુનો મુકાબલો એટોમવેટ કેટેગરી(Atomweight Category)ની સેમીફાઈનલમાં જાપાનની ઈત્સુકુ હિરાતા (Itsuku Hirata) સામે થવાનો હતો. જો કે, નોન-કોવિડ રોગને કારણે તેણે મેચમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો.
Ritu Phogat: વન ચેમ્પિયનશિપમાં ભારતની MMS રેસલર રિતુ ફોગાટ (Ritu Phogat)ની સફર હજુ ચાલુ છે. શુક્રવારે તેણે ફિલિપાઈન્સની જેનેલીન ઓસ્લિમ(Jenelyn Olsim)ને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ ભારતનો આ સ્ટાર રેસલર વર્લ્ડ ચેમ્પિયન બનવાની નજીક પહોંચી ગયો છે. જો રિતુ આમ કરશે તો તે દેશની પ્રથમ MMA ચેમ્પિયન બની જશે. વર્ષ 2019માં એમએમએ(MMA)માં પ્રવેશ કરનાર રીતુ નેનો એમએમએમાં 7-1નો રેકોર્ડ છે. તેણે 8 મેચ રમી છે, જેમાંથી તેણે સાતમાં જીત મેળવી છે.
27 વર્ષીય રિતુનો મુકાબલો એટોમવેટ કેટેગરી(Atomweight Category)ની સેમીફાઈનલમાં જાપાનની ઈત્સુકુ હિરાતા (Itsuku Hirata) સામે થવાનો હતો. જો કે, નોન-કોવિડ રોગને કારણે તેણે મેચમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો. હિરાતાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. તેના સ્થાને ઓસ્લિમને રમવાની તક આપવામાં આવી હતી.
I am emotional,I am thankful,and hell ya I am super happy coz India is in Finals of world atomweight Grand Prix.I am thankful to everyone of you, my coaches, my team,my family,my friends,and ofcourse one championship for believing in me. Love you guys.Let us make history together pic.twitter.com/2nFblyVGgS
— Ritu phogat (@PhogatRitu) October 30, 2021
તેની જીત બાદ રિતુ ફોગટે ટ્વીટ કર્યું અને લખ્યું ‘જે લોકો મને ઓછી આંકે છે તેઓને હું કહેવા માંગુ છું કે રિતુ ફોગટને ઘૂંટણિયે લાવવી સરળ નથી. એ સાબિત કરવા હું હંમેશા સાચી છું. હું જીતવા માટે જીવું છું અને આ માટે મારું સર્વસ્વ આપવા તૈયાર છું. આ શેરની ફાઈનલ માટે તૈયાર છે. હું આ વિજયને યાદગાર બનાવીશ.’ થાઈલેન્ડ (Thailand)ની સ્ટેમ્પ ફેયરટેક્સ અને બ્રાઝિલની જુલી મેજબાર્બા બીજી સેમીફાઈનલ મેચમાં સામસામે ટકરાશે. આ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 3 ડિસેમ્બરે રમાશે.
રિતુ ફોગાટ (Ritu Fogat)ફોગાટ પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જે ભારતનો સૌથી પ્રખ્યાત કુસ્તી પરિવાર છે. તેના પિતા મહાવીર ફોગાટ રિતુના પહેલા કોચ હતા. રિતુની મોટી બહેનો ગીતા અને બબીતા ફોગટ પર પણ દંગલ ફિલ્મ બની છે. રિતુએ અગાઉ એમેચ્યોર રેસલિંગથી પણ શરૂઆત કરી હતી.
પરંતુ તે પછી તેણે પ્રોફેશનલ બોક્સિંગમાં જવાનું નક્કી કર્યું હતું. તે છેલ્લા બે વર્ષથી સિંગાપોરમાં ટ્રેનિંગ લઈ રહી છે. ફોગાટે નવેમ્બર 2019માં તેણીની MMA અને ONE ચેમ્પિયનશિપની શરૂઆત કરી, જ્યાં તેણીએ તેણીની પ્રથમ જીત નોંધાવી. ત્યારબાદ તેણે ફેબ્રુઆરી 2020માં ચાઈનીઝ તાઈપેઈના વુ ચિયાઓ ચેન સામે શાનદાર જીત હાંસલ કરી.
આ પણ વાંચો : Aryan Khan Released: આર્યન ખાન 23 દિવસની જેલ બાદ છૂટ્યો, જુઓ આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યાનો પહેલો વિડીયો