Maharashtra: ઉદ્ધવ સરકારે 16 મહિનામાં જાહેરાતો-પ્રચાર પાછળ ખર્ચ્યા 155 કરોડ, RTI માં થયો ખુલાસો

MUMBAI : આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલય પાસે RTI કરીને મહાવિકાસ અઘાડી (maha vikas aghadi) સરકારની રચના પછી જાહેરાતો-પ્રચારના ખર્ચ અંગેની માહિતી માંગી હતી. તેના જવાબમાં આ માહિતી સામે આવી છે.

Maharashtra: ઉદ્ધવ સરકારે 16 મહિનામાં જાહેરાતો-પ્રચાર પાછળ ખર્ચ્યા 155 કરોડ, RTI માં થયો ખુલાસો
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 4:39 PM

Maharashtra : મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (maha vikas aghadi) સરકારની રચના પછી 16 મહિનામાં જાહેરાતો-પ્રચાર પાછળ 155 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલય પાસે RTI કરીને મહાવિકાસ અઘાડી (maha vikas aghadi) સરકારની રચના પછી જાહેરાતો-પ્રચારના ખર્ચ અંગેની માહિતી માંગી હતી. તેના જવાબમાં આ માહિતી સામે આવી છે. આ 155 કરોડ રૂપિયામાંથી 5.99 કરોડ રૂપિયા સોશિયલ મીડિયા પાછળ ખર્ચ કર્યા હોવાનું RTI માં જણાવવામાં આવ્યું છે.

દર મહીને 9.6 કરોડનો ખર્ચ મહારાષ્ટ્ર સરકાર (Maharashtra government) દ્વારા પ્રચાર અને જાહેરાતો પાછળ દર મહિને 9.6 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ 11 ડિસેમ્બર 2019 થી 12 માર્ચ 2021 સુધીના ​​છે.માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલયે RTI એક્ટિવિસ્ટ અનિલ ગલગલીને આ માહિતી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2019 માં 20.31 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જેમાં રસીકરણ અભિયાનના પ્રમોશનમાં સૌથી વધુ 19.92 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. વર્ષ 2020 માં સરકારના 26 વિભાગોના પ્રચાર અભિયાન પર કુલ 104.55 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ વર્ષે 12 વિભાગના પ્રચારમાં 29 કરોડનો ખર્ચ કરાયો 2021 માં માર્ચ મહિના સુધીમાં મહારાષ્ટ્ર સરકાર (Maharashtra government)ના 12 વિભાગોના જાહેરાતો અને પ્રચારમાં 29.79 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જલ જીવન મિશનના પ્રચારમાં રૂ. 1.88 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા.જ્યારે સોશિયલ મીડિયા પર 45 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે 2.45 કરોડ ખર્ચ કર્યા છે, જેમાં 20 લાખ રૂપિયા સોશ્યલ મીડિયા પર ખર્ચ કર્યા છે.

લઘુમતી વિભાગે સોશિયલ મીડિયા પર 48 લાખનો ખર્ચ કર્યો મહારાષ્ટ્ર સરકારના લઘુમતી વિભાગે સોશિયલ મીડિયા પર 50 લાખ રૂપિયામાંથી 48 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે જાહેર આરોગ્ય વિભાગે 3.15 કરોડ ખર્ચ કર્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ ગલગલીનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા ખર્ચ અંગે શંકા છે. આ આંકડાઓ આનાથી પણ વધારે હોઈ શકે છે. કારણ કે માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલય પાસે સોશિયલ મીડિયાના ખર્ચની સંપૂર્ણ માહિતી નથી.

આ પણ વાંચો : Maharashtra: શું ફરી એક વાર BJP અને ShivSena સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો : Maharashtra: 6 કરોડ વર્ષ પહેલા રચાયેલ બેસાલ્ટ ખડકનો આધારસ્તંભ મળી આવ્યો, જાણો આ પાછળનું વૈજ્ઞાનીક કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">