AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: શું ફરી એક વાર BJP અને ShivSena સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

Devendra Fadnavis એ કહ્યું કે શિવસેના સાથે કોઈ દુશ્મનાવટ નથી, વૈચારિક મતભેદો થયા છે. રાજકારણમાં જો અને તો નો કોઈ અર્થ નથી. પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને નિર્ણયો લેવામાં આવે છે.

Maharashtra: શું ફરી એક વાર BJP અને ShivSena સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 12:02 AM
Share

Mumbai :મહારાષ્ટ્રની રાજનીતિમાં અકે બાદ એક નવા વળાંકો આવી રહ્યાં છે. કોંગ્રેસ, NCP અને શિવસેનાની અંદરોઅંદરની ખટપટ એટલી બધી વધી ગઈ છે કે આ પાર્ટીના મોટા નેતાઓએ કહેવું પડી રહ્યું છે કે બધું બરાબર ચાલી રહ્યું છે અને મહાવિકાસ અઘાડી સરકાર પંચ વર્ષ પુરા કરશે.

પણ મુંબઈમાં તાજેતરમાં થયેલી ઘટનાઓથી એવી ચર્ચાઓ થઇ રહી છે કે શું ભાજપ(BJP) અને શિવસેના (ShivSena) ફરી એકવાર સાથે આવશે? આ બધા વચ્ચે પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના મોટા નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) એ નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે.

દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન 3 જુલાઈને શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર (Ashish Shelar) વચ્ચેની ગુપ્ત બેઠકના સમાચાર બાદ આ ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે કે શું ભાજપ અને શિવસેના ફરી એક સાથે જોડાવા જઈ રહ્યા છે?

જો કે સંજય રાઉત અને આશિષ શેલરે આવી કોઈ બેઠક હોવાનો ઇનકાર કર્યો છે.પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે ભાજપ અને શિવસેનાની અંદર કંઇક રંધાઈ રહ્યું છે.દરમિયાન, વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથે વાતચીત કરતાં વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) એક મોટું નિવેદન આપ્યું હતું.

શિવસેના સાથે કોઈ દુશ્મનાવટ નથી : ફડણવીસ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવસેના સાથે કોઈ દુશ્મનાવટ નથી, વૈચારિક મતભેદો થયા છે. રાજકારણમાં જો અને તો નો કોઈ અર્થ નથી. પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને નિર્ણયો લેવામાં આવે છે.તેમણે કહ્યું કે અમારી સાથે ચૂંટણી લડેલા અમારા મિત્રો અમારો સાથ છોડીને એ લોકો સાથે ગયા છે, જેમની સામે તેઓ ચૂંટણી લડ્યા હતા. આ કારણે મતભેદો ઉભા થયા છે, પણ બંને વચ્ચે દુશ્મનાવટ નથી.

આ પણ વાંચો : Telangana: આદિલાબાદમાં માત્ર એક કલાકમાં વાવવામાં આવ્યાં આટલા લાખ વૃક્ષો કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ!

g clip-path="url(#clip0_868_265)">