AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાગઠબંધન પર મહા મુસીબત, ત્રીજા મોરચામાં પણ ભંગાણની સ્થિતિ?

લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાયેલી તમામ પાર્ટીઓ હાલ ગઠબંધન કરવું કે નહીં તેના અસમંજસમાં છે. એક તરફ શિવસેના-ભાજપ ગઠબંધનની સમસ્યા હલ થઈ રહી નથી ત્યાં તેમની સામે હામ ભીડવા તૈયાર થઈ રહેલા મહા ગઠબંધનમાં પણ ભંગાણ પડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેનું કારણ છે કે તમામ નાની-મોટી પાર્ટીઓ કોંગ્રેસ-એનસીપી પાસે કરી રહી છે વધુમાં વધુ સીટોની […]

મહાગઠબંધન પર મહા મુસીબત, ત્રીજા મોરચામાં પણ ભંગાણની સ્થિતિ?
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 04, 2019 | 12:43 PM
Share

લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાયેલી તમામ પાર્ટીઓ હાલ ગઠબંધન કરવું કે નહીં તેના અસમંજસમાં છે. એક તરફ શિવસેના-ભાજપ ગઠબંધનની સમસ્યા હલ થઈ રહી નથી ત્યાં તેમની સામે હામ ભીડવા તૈયાર થઈ રહેલા મહા ગઠબંધનમાં પણ ભંગાણ પડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

તેનું કારણ છે કે તમામ નાની-મોટી પાર્ટીઓ કોંગ્રેસ-એનસીપી પાસે કરી રહી છે વધુમાં વધુ સીટોની માગ.

શિવસેના- ભાજપ ગઠબંધન હોય કે કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ત્રીજા મોરચાનું મહા ગઠબંધન હોય, બન્નેમાંથી એકની પણ વાત બનતી જોવા નથી મળી રહી. શિવસેના-ભાજપ એક-બીજા પ્રત્યે કૂણા પડ્યા હોવાનું ચિત્ર તો જોવા મળે છે, પરંતુ વાત આગળ વધી નથી. ત્યાં ત્રીજો મોરચો બને એ પહેલાં જ તેમાં ભંગાણ પડ્યું છે.

કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન તો કર્યું અને સમાન સીટો પર લડવાનું પણ નક્કી કર્યું. સાથે એવો નિર્ણય પણ લેવાયો કે મહા ગઠબંધનમાં જે કોઈ આવે તેના માટે કોંગ્રેસ-એનસીપી પોતપોતાના કોટામાંથી સીટ આપે.

અગાઉ ભારિપ બહુજન મહાસંઘે 12 સીટો માંગી, વાત ન બની તો સ્વબળે લડવાની વાત કરી. સાથે જ, સ્વાભિમાની શેતકરી પક્ષ પણ આક્રમક બન્યો છે. આમ છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખાતરી છે કે તેમનું મહા ગઠબંધન તો બનીને જ રહેશે.

તો બીજી તરફ શિવસેના-ભાજપ ગઠબંધન કોકડાનો હલ પણ આવતો દેખાતો નથી. એક બાજુ બંધબારણે આ અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ જાહેરામાં આ ગઠબંધન વિશે તેમનામાંથી કોઈ કંઈ બોલવા તૈયાર જ નથી. જોકે આગામી 8 દિવસમાં ગઠબંધનનું ચિત્ર સ્પષ્ટ થાય તેવું દેખાઈ રહ્યું છે.

[yop_poll id=1076]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">