જાણો, ક્યારે મળશે જમ્મુ-કશ્મીરને પુર્ણ રાજ્યનો દરરજો

જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર થયે બે વર્ષ પુર્ણ થવાં આવ્યા છે. ત્યાંના પ્રાદેશિક પક્ષો તેમજ સૌ કોઈ રાહ જોઈને બેઠાં છે કે, જમ્મુ-કાશ્મીરને પુર્ણ રાજ્યનો દરરજો ફરી ક્યારે મળશે. ત્યારે આ અંગે સરકારનું  મહત્વપુર્ણ નિવેદન આવ્યું છે.

જાણો, ક્યારે મળશે જમ્મુ-કશ્મીરને પુર્ણ રાજ્યનો દરરજો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 7:48 PM

જમ્મુ-કાશ્મીર અને લદાખને 2019માં અલગ પ્રદેશો જાહેર કરવામાં આવ્યાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરરજો આપવામાં આવ્યો. આ સાથે જ ત્યાં ઘણા બદલાવ પણ કરવામાં આવ્યાં તેમજ ત્યાં કાયમી શાંતિ સ્થાપી શકાય તે હેતુસર અમુક સમય સુધી લોકડાઉન અને કર્ફયુ જેવા નિયંત્રણો પણ લગાવાયા હતા.

આ પરિસ્થીતીને બે વર્ષ પુર્ણ થવાં આવ્યા છે. ત્યાંના પ્રાદેશિક રાજકીય પક્ષો તેમજ સૌ કોઈ રાહ જોઈને બેઠાં છે કે, જમ્મુ-કાશ્મીરને પુર્ણ રાજ્યનો દરરજો ફરી ક્યારે મળશે. ત્યારે આ અંગે સરકારનું  મહત્વપુર્ણ નિવેદન આવ્યું છે.

કયારે મળશે પુર્ણ રાજ્યનો દરરજો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેન્દ્ર સરકારે સંસદમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો અધિકાર આપવાના સંદર્ભે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રાલય વતી, સંસદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બને ત્યારે કેન્દ્ર શાસિત રાજ્યને રાજ્યનો અધિકાર આપવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેનો નિર્ણય લેવામાં આવશે. શિવસેનાના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે આ વાત કહી. તેમણે કહ્યું કે એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જાય, ત્યારબાદ જમ્મુ-કાશ્મીરને પુર્ણ રાજ્યનો દરજજો  આપી દેવામાં આવશે.

આતંકવાદની કમર તોડી – રીપોર્ટ

5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. આ હેઠળ લદ્દાખને અલગ કરવામાં આવ્યું હતું. આ સિવાય લદાખ અને જમ્મુ-કાશ્મીર બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે, બંને વચ્ચે એક તફાવત એ છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે, જ્યારે લદ્દાખની રચના ચંદીગઢ મોડેલ પર કરવામાં આવી છે.

આ સિવાય નિત્યાનંદ રાયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંગે સાંસદ સંબિત પાત્રા દ્વારા પૂછેલા સવાલનો જવાબ પણ આપ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં 2019 ની તુલનાએ 2020 માં 59 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ગત વર્ષની તુલનામાં જૂન 2021 સુધી આતંકવાદની ઘટનાઓમાં 31 ટકાનો ઘટાડો થયો છે.

નિત્યાનંદ રાયે આતંકવાદ અંગે સરકારની નીતી અંગે કહ્યુ કે, સરકારની નીતિ ઝીરો ટોલરન્સ નીતિ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કેન્દ્રશાસિત પ્રદેશોની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે હવે કાશ્મીરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન અસરકારક રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સિવાય કાશ્મીરી પંડિતોના સ્થાનાંતરણ અંગે ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં કાશ્મીરી પંડિતો અને ડોગરા હિન્દુઓના 900 પરિવારો ખીણમાં વસવાટ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Maharashtra: અનિલ દેશમુખ પ્રકરણમાં CBI એ 12 જગ્યાએ પાડ્યા દરોડા, બે પોલીસ અધિકારીનાં ઘરે પણ દરોડા

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">