તુર્કીનો કાશ્મીર રાગ: પાકિસ્તાનની સંસદમાં ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, વાંચો વિગત

તુર્કીનો કાશ્મીર રાગ: પાકિસ્તાનની સંસદમાં ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, વાંચો વિગત

કાશ્મીર મુદે ભારતનો વિરોધ કરવા માટે પાકિસ્તાન વિવિધ દેશનો સહારો લઈ રહ્યું છે. જ્યારે જ્યારે કાશ્મીરની વાત આવે છે ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં ચીન અને તૂર્કી જોવા મળે છે. આવું જ નિવેદન તૂર્કીના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કાશ્મીર પાકિસ્તાન માટે જેટલું મહત્વનું છે એટલું જ તૂર્કી માટે પણ મહત્વનું જ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ambassadors of 16 countries will go to jammu and kashmir today take stock of the situation aaje 16 desh na rajdut jammu kashmir jase sthiti ni karse samiksha

આ પણ વાંચો :   ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભવ્ય રોડ શો દરમિયાન 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ

તુર્કીના રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદે ભારત પર ઝેર ઓક્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના બંને સંસદને સંબોધિત કરતાં કહ્યું કે કાશ્મીરમાં અત્યાચાર થઈ રહ્યાં છે. તેઓએ પાકિસ્તાનના PM ઈમરાન ખાનને કોઈ શરત વિના સમર્થન આપવાનો વાયદો પણ કરી દીધો. તુર્કીના રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં ઈસ્લામ અને મુસ્લમાન વિશે જ વાત કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

માત્ર ભારતના કાશ્મીર નહીં પણ તુર્કીના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે અમેરિકાનો મધ્યપૂર્વ એશિયામાં શાંતિનો પ્લાનએ આક્રમણકારી નિયત છે. જ્યાં જ્યાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે ત્યાં મુસ્લિમ દેશોએ એકજૂટ થવાની જરૂર છે. આમ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ભારતના વિરુદ્ધ એવું નિવેદન આપ્યું છે જેના લીધે ભારત અને તુર્કીના સંબંધો ખરાબ થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati