ભાજપને સમર્થન આપવા અને ન આપવા સહિત રાજ્યમાં દારૂબંધી અંગે જગનમોહન રેડ્ડીનું PM મોદીની મુલાકાત બાદ નિવેદન
જગન મોહન રેડ્ડીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત સાથે આંધ્રાપ્રદેશ પ્રદેશ માટે મદદની માગણી કરી છે. મુલાકાત બાદ જગને કહ્યું કે પ્રધાનમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું છે. YSR કોંગ્રેસના અધ્યક્ષ અને આંધ્રાપ્રદેશમાં રાતોરાત સત્તા પર જીત મેળવનારા જગન મોહન રેડ્ડી પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જે બાદ તેઓ અમિત શાહ સાથે પણ મુલાકાત […]
જગન મોહન રેડ્ડીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત સાથે આંધ્રાપ્રદેશ પ્રદેશ માટે મદદની માગણી કરી છે. મુલાકાત બાદ જગને કહ્યું કે પ્રધાનમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું છે. YSR કોંગ્રેસના અધ્યક્ષ અને આંધ્રાપ્રદેશમાં રાતોરાત સત્તા પર જીત મેળવનારા જગન મોહન રેડ્ડી પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જે બાદ તેઓ અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. આ બંને મુલાકાત બાદ આંધ્રા ભવન ખાતે તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી.
પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે જો ભાજપ માત્ર 250 બેઠક પર જીત મેળવી શકી હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત. આવી પરિસ્થિતિમાં YSR કોંગ્રેસ તેમને વગર શરતે સમર્થન પણ ન આપ્યું હોત. જો NDA આંધ્રા પ્રદેશના સ્પેશિયલ સ્ટેટસના દસ્તાવેજ પર સહી કર્યા બાદ તે સમર્થન આપવાના હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
જગનમોહન રેડ્ડીની પાર્ટીએ આંધ્રાપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 151 બેઠક પર જીત મેળવી છે. તો લોકસભાજની 25માંથી 22 બેઠક પર જીત હાંસલ કરી છે. જે બાદ તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ આંધ્રા પ્રદેશમાં દારૂબંધી વિશે જગનમોહન રેડ્ડીએ કહ્યું કે, દારૂબંધી માટે હું પ્રતિબદ્ધ છું. મેં હંમેશા કહ્યું છે કે આ કામગીરી અલગ-અલગ તબક્કામાં લાગુ કરવામાં આવશે. 2024 સુધીમાં માત્ર પાંચ સિત્તારા હોટલોમાં જ દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવશે.
Andhra CM designate Jagan Mohan Reddy: One thing I can tell you I have nothing against Chandrababu Naidu. My duty is that of a custodian. Today I'm going to promise you our govt will be revolutionary.Within 6 months-1 yr I'll make sure this govt stands as exemplary to the country pic.twitter.com/TW3LaGf5Ky
— Tv9 Gujarati (@tv9gujarati) May 26, 2019