રાધનપુરની બેઠક પરથી અલ્પેશ ઠાકોરને હરાવવા સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ કરાઈ રહ્યા છે?

રાધનપુરની બેઠક પરથી અલ્પેશ ઠાકોરને હરાવવા સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ કરાઈ રહ્યા છે?
alpesh video

મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. રાધનપુર બેઠક જીતવા માટે અલ્પેશ ઠાકોરે નામની જાહેરાત થાય તેની પહેલાથી જ રાધનપુરમાં ધામા નાખી દીધા હતા. અલ્પેશ એ વાત બખૂબી જાણે છે કે, રાધનપુરનો ઇતિહાસ પક્ષપલટુ ઉમેદવારને નાપસંદ કરવાનો રહ્યો છે. એક તરફ અલ્પેશ નવેસરથી પ્રચારમાં લાગી ગયો છે. પરંતુ બીજી તરફ અલ્પેશ ઠાકોરની મહેનત પર તેમના જ […]

Kinjal Mishra

| Edited By: TV9 Webdesk11

Oct 17, 2019 | 7:04 AM

મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. રાધનપુર બેઠક જીતવા માટે અલ્પેશ ઠાકોરે નામની જાહેરાત થાય તેની પહેલાથી જ રાધનપુરમાં ધામા નાખી દીધા હતા. અલ્પેશ એ વાત બખૂબી જાણે છે કે, રાધનપુરનો ઇતિહાસ પક્ષપલટુ ઉમેદવારને નાપસંદ કરવાનો રહ્યો છે. એક તરફ અલ્પેશ નવેસરથી પ્રચારમાં લાગી ગયો છે. પરંતુ બીજી તરફ અલ્પેશ ઠાકોરની મહેનત પર તેમના જ વીડિયો પાણી ફેરવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણી સિરીઝ-5ઃ બાયડમાં રસાકસી, ખેંચાખેંચી અને ખરેખરી જંગ…શું ધવલસિંહને પક્ષપલટો બનશે ફાયદાકારક?

સોમવારે એક સભામાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના સમયમાં આ વિસ્તારનો રાજા હતો. કોંગ્રેસમાં ધારે એને ટીકીટ અપાવી શકતો હતો. એવી વાત કરી હતી. જોકે 30 સેકન્ડના વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. શું અલ્પેશ ઠાકોર ભાજપથી નારાજ છે કે, ભાજપમાં અલ્પેશ ઠાકોરને જોઈએ તે રીતનું સ્થાન મળ્યું નથી? આવા સવાલ લોકોએ તથા કોંગ્રેસે પણ ઊભા કર્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, વીડિયો વાયરલ કરી કોંગ્રેસ ખોટી રણનીતિ અપનાવી રહ્યું છે. સાથે જ કોંગ્રેસમાં ક્યારે કંઈ હતું જ નહીં અને ભાજપ તમામ રીતે અલ્પેશ ઠાકોરની જોડે છે. એવી સ્પષ્ટતા કરી છે.

જોકે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન બનેલી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ કોંગ્રેસના રાધનપુરના ઉમેદવાર રઘુ દેસાઈને મત આપી જીતાડવા અંગેનો અલ્પેશ ઠાકોરનો જ વીડિયો વાયરલ થયો હતો. જેમાં પણ આ વીડિયો વર્ષ 2017નો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

જ્યારે રઘુ દેસાઈ ચાણસ્માથી ચૂંટણીના ઉમેદવાર હતા. જેના પ્રચાર માટે અલ્પેશ ઠાકોર સભા કરતા હતા. આ સાથે જ શંકર ચૌધરીનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે પણ ક્યાંકને ક્યાંક અલ્પેશ ઠાકોરને નુકસાન પહોંચાડી શકે છે. જેમાં શંકર ચૌધરી એવું બોલતા નજરે ચડી રહ્યા છે કે, પક્ષ પલટુઓને રાધનપુરની જનતા ક્યારે સ્વીકારથી નથી. ભાજપના અલ્પેશ ઠાકોરનું કદ કેટલું મોટું થયું છે તે ખુદ અલ્પેશ તેના મોંઢેથી જાહેર કર્યું. બંધ બારણે ભાજપ સાથે થયેલી સોદાબાજી ખુદ અલ્પેશે જ ખોલી નાંખી. ચૂંટણી જીત્યા પહેલા જ પ્રધાન બનવાની તાલાવેલીમાં આવી ગયેલા અલ્પેશે એવી ડંફાશ મારી કે પ્રધાન બનીને હું ઓર્ડર કરીશ. ધારાસભ્યો હતો ત્યારે રજૂઆતો કરતો હતો. ઠાકોર મતોને ખૂંટે કૂદવા ભાજપ ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોરના ઘૂંટણિયે પડી ગયું છે.

જોકે અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત થયા બાદ શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી અલ્પેશ ઠાકોરને જીતાડવા માટે પણ આ વાત કરી છે. પરંતુ ભૂતકાળનો વીડિયો જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે અલ્પેશ ઠાકોરને નુકસાન પહોંચાડી શકશે. તેમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં હતા તે દરમિયાન ભાજપ પક્ષની જે રીતે ટીકા કરવામાં આવી હતી. જે રીતે સરકાર ની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તે તમામ વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઇ રહ્યા છે. ક્યાંકને ક્યાંક અલ્પેશ સામે બૂમરેંગ થાય તેવી સ્થિતિમાં છે. ક્યારે અલ્પેશના વિરોધીઓએ પણ તેમની નીતિમત્તા પર સવાલ ઉઠાવતા વીડિયો વાયરલ કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રચારના પડઘમ હવે થોડા જ દિવસોમાં શાંત થઇ જશે. ત્યારે પ્રદેશ નેતૃત્વ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અલ્પેશ ઠાકોરને કોઈ જ પ્રકારનો વિવાદિત નિવેદન ન આપવાનો સૂચન કરાયું છે. તેની સાથે જ અલ્પેશ ઠાકોર દ્વારા પણ આગામી ચાર દિવસોમાં સભાઓ કરતા તમામ મતવિસ્તારોમાં અલગ-અલગ સમુદાયની બેઠકો લેવાનું નક્કી કરાયું છે. ત્યારે જોવાનું એ છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયો ભાજપ અને અલ્પેશ ઠાકોરને ખરેખર કોઈ નુકસાન પહોંચાડશે કે, લોકો પક્ષાંતર માટેની અલ્પેશ ઠાકોરની વાતને સ્વીકારશે તમામ સવાલોના જવાબ 24 ઓક્ટોબર મતપેટી ખૂલશે ત્યારે જ મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati