ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સેનવેસ પાર્ક ખાતે આઈસીસી અંડર 19 વિશ્વ કપ ચાલી રહ્યો છે. ભારતીય ટીમે સુપર લીગ ક્વાટર ફાઈનલમાં જગ્યા ભારતીયની ટીમે પાક્કી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમને 233 રનનો ટાર્ગેટ ઈન્ડિયાની અંડર 19 ટીમે આપ્યો હતો. જેમાં કાંગારુની ટીમ 159 રન જ બનાવી શકી હતી. જો કે આ પહેલીવાર નથી કે ભારતની ટીમે અંડર 19ના વિશ્વકપમાં જગ્યા બનાવી હોય. 9મી વખત ભારતીય ટીમે આ સિદ્ધી હાસલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ગોવા એરપોર્ટ પર સલમાન ખાનને આવ્યો ગુસ્સો, જુઓ વીડિયોમાં કે પછી શું થયું?
ભારતીય ટીમે 144 રન થયા ત્યારે 6 વિકેટ ગુમાવી હતી. સાતમાં નંબર પર રમવા ઉતરેલા અથર્વ અનકોલેકરે 55 રન કરીને ભારતને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કોઈપણ મેચમાં બેટસમેન સારા હોવા જોઈએ અને તેની સાથે બોલર્સ પણ અગત્યના જ હોય છે. કાર્તિક ત્યાગીએ એક પછી એક એમ 3 વિકેટ ઝડપી અને મેચની પરિસ્થિતિ જ બદલી દીધી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ક્યાં ક્યાં વર્ષમાં ભારતની ટીમ પહોંચી સેમીફાઈનલમાં? વર્ષ 1988થી 2018 સુધીના અંડર 19 વિશ્વ કપમાં જોવા જઈએ તો ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. સૌથી વધારે 4 વખત ભારતે આ ખિતાબ જીત્યો છે. આ પહેલાં જોવા જઈએ તો ભારતીય ટીમે 2000, 2002, 2004, 2006, 2008, 2012, 2016 અને 2018માં પણ સેમીફાઈનલ સુધી જગ્યા બનાવી છે. આ વર્ષોમાં ચાર વખત વર્ષ 2000, 2008, 2012 અને 2018માં ટીમ ઈન્ડિયાએ વિશ્વકપ જીતીને પોતાના નામે કર્યો છે.’
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]