હું 20-20 રમવા આવ્યો છે, મેં એકલા હાથે 3 ઇંનિગમાં 3 સદી ફટકારી છે :CM RUPANI

હું 20-20 રમવા આવ્યો છે, મેં એકલા હાથે 3 ઇંનિગમાં 3 સદી ફટકારી છે :CM RUPANI
CM Vijay Rupani ( file image)

નવા વર્ષની શરૂઆત સાથે જ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી ફૂલ ફોર્મમાં જોવા મળ્યા. અને રાજ્ય સરકારે માત્ર 3 વર્ષમાં 300 ટીપી સ્કિમોની રચના કરીને ઇતિહાસ રચ્યાનો દાવો કર્યો. વિજય રૂપાણીએ વિરોધીઓને આડે હાથ લેતા સ્પષ્ટતા કરી કે. “મેં પહેલા જ કીધું હતું કે હુ ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા આવ્યો છું”. અને “મેં એકલા હાથે […]

Utpal Patel

|

Jan 01, 2021 | 3:11 PM

નવા વર્ષની શરૂઆત સાથે જ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી ફૂલ ફોર્મમાં જોવા મળ્યા. અને રાજ્ય સરકારે માત્ર 3 વર્ષમાં 300 ટીપી સ્કિમોની રચના કરીને ઇતિહાસ રચ્યાનો દાવો કર્યો. વિજય રૂપાણીએ વિરોધીઓને આડે હાથ લેતા સ્પષ્ટતા કરી કે. “મેં પહેલા જ કીધું હતું કે હુ ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા આવ્યો છું”. અને “મેં એકલા હાથે 3 ઇનિંગમાં 3 સદી ફટકારી છે”. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં 300 ટીપી સ્કિમની મંજૂરીને પોતાની સરકારની મોટી ઉપલબ્ધી ગણાવી.

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા છે એટલે દારૂ પકડાય છે. આ મોટું નિવેદન કર્યું છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ. રાજકોટના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી દારૂબંધી મુદ્દે કોંગ્રેસ પર વરસ્યા. અને કોંગ્રેસને ગુજરાતમાં દારૂબંધી વિશે બોલવાનો અધિકાર ન હોવાનું જણાવ્યું. સીએમ રૂપાણીએ કોંગ્રેસને પડકાર ફેક્યો કે તાકાત હોય તો ગુજરાતની જેમ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દારૂબંધી કરી બતાવો. જોકે તેઓએ ગુજરાત પોલીસની પ્રશંસા કરી અને સરકારે ઘડેલા દારૂબંધીના કાયદાનું પોલીસ વિભાગ કડક પાલન કરાવતી હોવાનો દાવો કર્યો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati