દેશના સરકારી અધિકારીઓને ધર્મના આધારે વહેંચીશું તો વિકાસ કેવી રીતે થશે, લોકસભામાં બોલ્યા અમિત શાહ

દેશના સરકારી અધિકારીઓને ધર્મના આધારે વહેંચીશું તો વિકાસ કેવી રીતે થશે, લોકસભામાં બોલ્યા અમિત શાહ

Lok Sabha માં અમિત શાહે આજે ક્હ્યું કે ઓવૈસીજી તેમને ધર્મના આધારે વહેચી રહ્યા છે. શું આપણે દેશના સરકારી અધિકારીઓને પણ ધર્મના આધારે  વહેંચીશું. તેમાં વિકાસ કેવી રીતે થશે.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 13, 2021 | 5:16 PM

Lok Sabha માં અમિત શાહે આજે ક્હ્યું કે ઓવૈસીજી તેમને ધર્મના આધારે વહેચી રહ્યા છે. શું આપણે દેશના સરકારી અધિકારીઓને પણ ધર્મના આધારે  વહેંચીશું. તેમાં વિકાસ કેવી રીતે થશે. લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 મંજૂર થઇ ગયું છે.

Lok Sabha અમિત શાહે કહ્યું કે ઓવૈસીજી તેમને હિન્દુ મુસ્લિમ બનાવી રહ્યા છે. શું આપણે દેશના સરકારી અધિકારીઓને પણ ધર્મના આધારે  વહેંચીશું ? તેમાં વિકાસ કેવી રીતે થશે? અધિર રંજન ચૌધરી આપણી સાથે 2 જી અને 4 જી વિશે વાત કરી રહ્યા છે. કોંગ્રેસે તો વર્ષો સુધી મોબાઇલ સેવા લોકો માટે બંધ હતી. અમારા પણ દબાણની વાત કરવામાં આવી રહી છે. તેમ એ પણ જણાવો કે આર્ટીકલ 370 આટલા વર્ષ સુધી કોના દબાણ હેઠળ લાગુ કરવામાં રાખવામાં આવ્યા હતા. જે અમને 17 મહિનામાં રાજયનો દરજ્જો દૂર કરવા બદલ સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે જણાવવું જોઇએ કે 70 વર્ષ સુધી આર્ટીકલ 370 ને કેમ અમલી બનાવ્યો.

લોકસભામાં અમિત શાહ બોલ્યા કે AGMUT કેડર પણ રાજયમાં સામેલ છે. તેના આધારે કાશ્મીરને રાજયનો દરજ્જો નહી મળે. જો સ્કૂલો સળગાવવામાં ન આવી હોત અને બાળકોને મદરસામાં જવા પર મજબૂર ના કર્યા હોત તો જમ્મુ કાશ્મીરમાં પણ આજે મોટી સંખ્યામાં આઇએએસ અને આઇપીએસ અધિકારી હોત. અમે આ ભૂલને સુધારી રહ્યા છે. પંચાયત ચુંટણીએ સાબિત કરી દીધી કે જે લોકો આર્ટીકલ 370 નાબૂદ કરવાનો વિરોધ કરી રહ્યા છે તેમને જનતાએ જવાબ આપી દીધો છે ચુંટણી હારી ગયા છે.

આ પૂર્વે ગૃહ પ્રધાન અમિત શાહે, લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 પરની ચર્ચાનો જવાબ આપતા આર્ટીકલ 37૦ નાબૂદ કરવાના ફાયદા ગણાવ્યા હતા. ગૃહ પ્રધાન કહ્યું કે આર્ટીકલ 370 બતાડીને ત્રણ પરિવારોએ ત્યાં 70 વર્ષ શાસન કર્યું. ગૃહમંત્રીએ કહ્યું કે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી રાજ પ્રણાલીનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો છે. હવે ત્યાં રાજા કોઇ રાણીના પેટમાંથી જન્મ લેશે નહીં રાજા વોટથી બનશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati